ડીએમએફ ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત : શેડ, અવાળા, ગોડાઉન સહિતનું કામ હાથ ધરવામાં આવશે
નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા નવા નગર ખાતે ડીએમએફ ગ્રાન્ટમાંથી ગૌશાળા માટે રૂપિયા દસ લાખના ખર્ચે અબડાસાના ધારાસભ્ય તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ અને ગ્રામજનોના હસ્તે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નખત્રાણા નવા નગરના વિસ્તારમાં ગૌશાળા માટે રૂપિયા ૧૦ લાખ ડીએમએફ ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ મંજુર કરવામાં આવેલું છે. તેમણે કહ્યું કે, નખત્રાણા તાલુકામાં અનેકવિધ વિકાસના કામો પ્રગતિમાં છે અને હજુ પણ છેવાડાના વિસ્તારના લોકો માટે જરૂરિયાત મુજબ કામો હાથ ધરવામાં આવશે. અહીંના નવા નગર રબારી વિસ્તાર માટે ગૌશાળા નિર્માણ માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ તેમજ આગામી સમયમાં શેડ, પાણીનો ટાંકો, ગોડાઉન સહિતના કામો હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકારે છેવાડાના લોકો જેમાં ખાસ કરીને માલધારીઓ માટે પણ અનેકવિધ સવલતો માટે લાખો કરોડોની ગ્રાન્ટ આપી ગૌશાળા, મંદિરના શેડ, મંદિરોના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. નાનામાં નાના સમાજના લોકો માટે પણ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી સરકારે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આરોગ્ય, શિક્ષણ, માળખાકી સુવિધા તેમજ રોડ રસ્તા, ગટર, પાણી વગેરે જીવન જરૂરિયાત માટે સરકારે છુટા હાથે ગ્રાન્ટ ફાળવી લોકોના કામો કર્યા છે. નર્મદા જળ પણ હવે નખત્રાણાને ટૂંક સમયમાં મળવાના છે ત્યારે નખત્રાણાની નજીક ડેમ બનાવી નર્મદાના પાણીનું સંગ્રહ કરવામાં આવશે. આગામી સમયમાં નખત્રાણા શહેરને પણ હવે નર્મદાના નીર ચાખવા મળશે. તેમણે કહ્યું કે, સરકાર લાખો - કરોડો રૂપિયા વિકાસકામોમાં વાપરે છે ત્યારે સ્થાનિક લોકોએ પણ કામ કેમ ટકાઉ થાય તે માટે તકેદારી રાખવી અતિ જરૂરી છે. કોઈ પણ કામમાં અજુગતું થતું હોય તો સથાનિનક આગેવાનો તથા પ્રજાના પ્રતિનિધિઓનું જરૂરથી ધ્યાન દોરવું.
તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી તથા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કરી નખત્રાણા તાલુકામાં વિકાસના કામોની પ્રગતિની વિગતો આપી હતી. નખત્રાણા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ રબારીએ સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું અને નવા નગરને પ્રથમ વખત માતબર રકમની ગ્રાન્ટ ફાળવી તે બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ, હિરેન ભટ્ટ, મંગળાબેન વાઘેલા, અંજનાબેન મકવાણા, નીતિનભાઈ ગોસ્વામી, મામદ ખત્રી, મુકેશભાઈ રાણવા, મનોજભાઈ પિત્રોડા, ડાયાભાઈ સેંઘાણી, જીતેન્દ્રસિંહ જાડેજા, જીતુભા જાડેજા સહિતના આગેવાનોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવાનગર રબારી સમાજના આગેવાન વંકાભાઈ રબારી, લાખાભાઈ રબારી, દેવાભાઈ રબારી, રવાભાઈ રબારી, વિશાલ ભોપા, લખન કે. રબારી, જીતુભા જાડેજા, કરસનભાઈ સંઘાર, યુસુફભાઈ તુરિયા, મુબારકભાઈ કુંભાર, સતારભાઈ લુહાર, નાઝીરભાઈ તુરીયા, જગતસિંહ સોઢા, ગોવિંદભાઈ સથવારા, નવીન સથવારા, અશોક સથવારા, હરેશ ભોપા, ડુંગરભાઇ રબારી, ખેંગારભાઈ રબારી, કાનાભાઈ રબારી, જગાભાઈ રબારી, સોનાભાઈ રબારી, અનિલભાઈ રબારી, લખમીર દેવા, સામત દેવા, સાંગા મેઠા, સોના વેરશી, આશા સામત, સોના કાના, સોમા કાના રબારી, રાઘા જેસા રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડે જ્યારે આભારવિધિ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ રબારીએ કરી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.