બીજેએસ ભુજ ચેપ્ટર દ્વારા શાકાહારી દિવસની કરાઈ ઉજવણી
ભુજ - કચ્છઉદય : ભારતીય જૈન સંગઠન ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શાકાહારી દિવસની ઉજવણીના ભાગ રૂપે બીજેએસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ અંતર્ગત એક સુંદર સેવાકીય પ્રવૃત્તિનો આયોજન કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ અંતર્ગત કર્મ કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોને શાકાહારી અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોને શાકાહારના ફાયદા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તેમજ સારા પોષણ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ બાળકોને બપોરનું પૌષ્ટિક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં શિશુકુંજનાં નેન્સી મેમે વિશેષ સહયોગ આપ્યો હતો અને દાતાનો તેમના સહયોગ બદલ પ્રમુખ ધીરેનભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શાકાહાર એ માત્ર આહારની પસંદગી નથી, પરંતુ સ્વસ્થ જીવન, જીવદયા અને કરુણાભાવને પ્રોત્સાહન આપતી જીવનશૈલી છે. બાળકોમાં નાનપણથી જ શાકાહાર અને પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ આવે અને સેવાભાવના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બીજેએસ ભુજ ચેપ્ટરના મહામંત્રી મનીષભાઈ નાગડાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરેન શાહ, મનીષ નાગડા, મેહુલ દેસાઈ, અમર મહેતા, તુષાર ખંડોર, પ્રેમ ઝવેરી, ભાવેશ શાહ, ગિરીશ સાવલા તેમજ બીજેએસ ભુજ ચેપ્ટરના તમામ કારોબારી સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો.
---

Comments