હમીરપરની વાડીમં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ : આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના હમીરપર ગામની પાવડીયાર વાડી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રામાભાઈ ભાઈભાઈ ઉંમટ, બાબુભાઈ જેસાભાઈ કોલી, ગોવાભાઈ રાણાભાઈ ભરવાડ અને દાનાભાઈ ઘેલાભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો અને નાસી છૂટેલા ઇસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધ્યો છે. આ દરોડામાં પોલીસે રોકડ રૂ. ૩૧,૩૦૦ તથા રૂ. ૧,૦૫,૦૦૦ ની કિંમતના ૫ મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧,૩૬,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Comments