રાપરના પ્રાગપરમાં સગીરા પર દુષ્કર્મ
ગાંધીધામ : રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાગપર ગામે એક સગીર વયની ૧૫ વર્ષ અને ૭ માસની સગીરાનું અપહરણ કરી જવાના અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનાની નોંધ થઈ છે. રમેશભાઈ ભવનભાઈ મકવાણા નામના આરોપીએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો આચર્યો હતો. રાપર પોલીસે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ
ધરી છે.

Comments