રાપરના માંજુવાસમાંથી ઈનોવા કારમાથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
એસપીશ્રી બાગમારની કુનેહને અભિનંદન છે, એલસીબીમાં થયેલા મોટા ફેરફારોની દેખાય છે સીધી અસર : અગાઉ એલસીબીના અધિકારીઓને દાઉ દેખાતો જ ન હતો, નાસ્તા ફરતા આરોપીઓ પકડી મનાતો હતો સંતોષ : કાળીચૌદશ પહેલા જ એલસીબીમાંથી કકડાટ નીકળી ગયો, નહી તો કઈકની દિવાળી બગાડી દેત..!
૨.૭૪ લાખના પ્રોહીબિશન મુદ્દામાલ સાથે કાર મૂકી ચાલક ફરાર
ગાંધીધામ : રાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માંજુવાસ ગામ પાસે રોડ પર એલ.સી.બી. પૂર્વ-કચ્છની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી છે. ગ્રે રંગની ઇનોવા કાર (નં. જીજે-૧૮-બીએફ-૭૪૬૧) માં વિદેશી દારૂની બોટલ/ક્વાર્ટર નંગ ૭૨૦ (કિંમત રૂ. ૬૪,૮૦૦) તથા બિયરના ટીન નંગ ૧૬૮૦ (કિંમત રૂ. ૨,૧૦,૦૦૦) મળી કુલ રૂ. ૨,૭૪,૮૦૦ નો પ્રોહીબિશન મુદ્દામાલ અને અંદાજે ૭ લાખની કિંમતની કાર કુલ રૂ. ૯,૭૪,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને જોઈને કારનો ચાલક ગાડી રસ્તા પર મૂકીને બાવળની ઝાડીઓમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. રાપર પોલીસ સ્ટેશને પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.

Comments