SOG PI એમ.સી. વાળાની ટીમનો સપાટોઃ માછીમારીની ૯ બોટના બોગસ GST બિલ કૌભાંડમાં ૧૦ આરોપીઓ ઝડપાયા
સરકારી કચેરીમાં બનાવટી બિલનો સાચા તરીકે ઉપયોગ કર્યાનો ખુલાસો, સાંઢવ અને તુણા વિસ્તારના આરોપીઓ સહિત ભાવનગરના બિલ બનાવનારની ધરપકડ
ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં ર્જીંય્ ગાંધીધામે માછીમારીની ૯ બોટના બનાવટી ય્જી્ બિલ બનાવી સરકારી કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કરવાના કેસમાં કુલ ૧૦
આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ર્જીંય્ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં માછીમારીની બોટોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (કોલ) મેળવવા માટે બોગસ ખરીદ-વેચાણનાં બિલ બનાવી તેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં નીચેના ૧૦ આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં હારૂન હુસેનભાઈ જામ (રહે. સાંઢવ, તા. અંજાર), યુસુફ અલીભાઈ ગાંઢ (રહે. સાંઢવ, તા. અંજાર), અબ્દુલ હુસેનભાઈ ધબા (રહે. તુણા, તા. અંજાર), અબ્દુલ ઉસ્માનભાઈ માજલીયા (રહે. તુણા, તા. અંજાર), મામદ ઓસમાણ અલી બલોચ (રહે. તુણા, તા. અંજાર), અનવર જુસબ ગાંઢ (રહે. તુણા, તા. અંજાર), કાસમ ઇબ્રાહીમ ભટ્ટી (રહે. તુણા, તા. અંજાર), સુલતાન કાસમ ભટ્ટી (રહે. તુણા, તા. અંજાર), સદીક ઉમરભાઈ ભટ્ટી (રહે. તુણા, તા. અંજાર) અને તરુણકુમાર સવાઈલાલ રાજપુરા (સોની) (રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે માછીમારીની ૯ બોટનાં બનાવટી ય્જી્ બિલ તૈયાર કરાવ્યાં હતાં અને તેનો ઉપયોગ સરકારી કચેરીમાં બોટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે કર્યો હતો.
તપાસ દરમિયાન વરણી કોર્પોરેશન, ભાવનગર તથા માહેશ્વરી મશીન ટૂલ્સ એજન્સી, ગાંધીધામ પાસેથી મળેલાં બિલ અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
આ મામલે તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી ર્જીંય્ ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Comments