કાસેઝમાં યુઝડકલોથસની કંપનીમાં આગકાંડમાં મોટા અંગુલીનિર્દેશ
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનની લોટસ નામની કંપનીમાં આગ લાગ છે કે લગાવાઈ છે? અનેકવિધ સવાલોનો ઉઠયો મારો : લોટસ ઉપરાંતની એક કંપનીમાં આગ લાગતાં દોડધામ; આગ લાગવાનું કારણ અકબંધ ઼ બનાવ પાછળ શંકાની સોય
ગાંધીધામ : ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (દ્ભજીઈઢ) વિસ્તારમાં આવેલી ’લોટસ’ નામની કંપની ઉપરાંત અન્ય એક કંપનીમાં એકસાથે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર સંકુલમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો છે. આગના પંજામાં સાપડાયેલી બંને કંપનીઓમાંથી ધુમાડાના કાળા ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી હતી.જોકે, એકસાથે બે કંપનીઓમાં લપેટાયેલી આ આગને પગલે સ્થાનિક વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો અને શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. ચર્ચાતી વિગતો મુજબ, લોટસ કંપનીમાં મુખ્યત્વે યુઝ્ડ ક્લોથ્સ (જૂના/વપરાશેલા કપડાં)ના પ્રોસેસિંગ અને રિસાઇક્લિંગનું કામકાજ કરવામાં આવતું હતું. જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા બ્રાન્ડેડ કપડાં દિલ્હી અને પાણીપત જેવા મોટા કાપડ બજારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અને સ્ટોક મેઈન્ટેઈન કરવા માટે જે રદી-ચીંદી કચરો રખાયો હોય તેનો નાશ આવી આગ લગાડીને કરી દેવામા આવ્યો છે. જો કે, આ ચર્ચાઓને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન નથી મળ્યુ પરંતુ ઝોન પ્રશાસન, કસ્ટમ વિભાગ સહિતનાઓ આ બાબતે ઉંડા ઉતરે અને તપાસ કરે તો ઘણુ મળી શકે તેમ મનાય છે. આગના બનાવ બાદ ક્ષેત્રમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, શું આ ખરેખર કુદરતી કે અકસ્માતે લાગેલી આગ છે કે પછી કચરા અને સ્ટોકનો હિસાબ મેન્ટેન કરવા માટે કોઈ ખેલ રચવામાં આવ્યો છે? ઓડિટ કે સ્ટોક વેરિફિકેશનમાંથી બચવા માટે વેસ્ટ-કચરાનો સ્ટોક ચોપડે બતાવવા ખાતર આ માલ સળગાવી દેવામાં આવ્યો હોવાની દિશામાં પણ શંકાની સોય સિંધાઈ રહી છે.આગ લાગવાનું ચોક્કસ કારણ અને આ ભયાનક અકસ્માતમાં કેટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તે અંગેની સત્તાવાર વિગતો હજુ સુધી સામે આવી નથી. ઘટના અંગે પોલીસ તેમજ જીર્ઢં સત્તાધીશો દ્વારા વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે સત્ય તપાસ બાદ જ બહાર આવશે.આ સંદૃભે લોટસ કંપનીના જીતુભાઈ ખુશલાણીની સાથે વાતચીત કરવામા આવતા તેઓેએ કહ્યુ હતુ કે રાત્રીના સમયે આગની ઘટના બની છે, નુકસાની થવા પામી છે, આગનુ કારણ સીધુ ખ્યાલ નથી, ધોરણસરની પ્રક્રીયાઓ હાલના સમયે હાથ ધરવામા આવી છે, બાકીની વાતો પાયાવિહોણી હોવાનુ શ્રી જીતુભાઈ ખુશલાણીએ જણાવયુ હતુ.
.................
શ્રવણનો ભોગ કઈ ટોળકીએ લઈ લીધો હતો?
અગાઉ બીટુમીનના નામે સોપારી દાણચોરીના કાંડમાં કોના નામો ઉછળ્યા હતા?
ઝોન-કસ્ટમ-ડીઆરઆઈ સહિતનાઓ જો આ બાબતે ઉંડી તપાસ કરશે તો ઘણુ બધુ બહાર આવશે : જાણકારોનો સુચક ઈશારો
ગાંધીધામ : ઝોનમાં લાગતી આગના પ્રકરણો વખતે સમયાંતરે સવાલો ઉભા થવા પામતા રહે છે. હાલમાં પણ અહી આગની ભયાહવ ઘટના બનવા પામી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આગ લાગવાની જે ઘટના બની છે તેના જો મુળીયા સુધી એજન્સીઓને પહોચવુ હોય તો થાડા સમય પહેલા જ બીટુ મીન(ડામર)ના ડ્રમની આડમાં સોપારીનો મોટો જથ્થો કોણે મંગાવ્યો હતો? કયા યુનિટવાળાઓ તેમાંચકચારમા આવી ગયા હતા?શ્રવણ નામના વ્યકિતઓની કઈ ટોળકીએ આ પ્રકરણમાં ભાગે લઈ લીધો હતો અને પોલીસના મહેમાન બનાવી દીધો હતો? આટલી માત્ર તપાસ કરવામા આવશે તો પણ ઘણા રહસ્યો પરથી પડદો ઉચકાવવા પામી જશે.
......................
કિરણ ચોટીનું કારનામું? બદનામી ઝોનના પ્રમાણિક અધિકારીઓની!
કાસેઝના કડક અને તટસ્થ અધિકારીઓ સરકાર હિતમાં મહેનત કરી રહ્યા છે પણ કિરણ ચોટી જેવા ફાઈલો ક્લિયર કરાવનારા નારદમુનિ જેવા શખ્સો આવા કારસ્તાનને વેગ આપતા હોવાની છે ચર્ચા : કિરણ ચોટીને ઝોનમાથી દુર કરો, બ્લેકલીસ્ટ કરો, નહી તો માલ-મલાઈ કિરણ ચોટી ખાતો રહેશે અને શંકાના ઘેરામાં સારૂ કામ કરનારાઓ આવશે
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (દ્ભજીઈઢ/કાસેઝ) વિસ્તારમાં સમયાંતરે સામે આવતા વિવિધ કૌભાંડો અને ગોબાચારી વચ્ચે એક ચોંકાવનારો ઘાટ સામે આવ્યો છે. ઝોનમાં ફરજ બજાવતા કેટલાક કડક, નિષ્ઠાવાન અને તટસ્થ અધિકારીઓ સરકારના હિતમાં અને મહેસૂલી આવક જાળવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ ઝોનમાં સક્રિય કિરણ ચોટી જેવા ફાઈલો ક્લિયર કરાવનારા અને ’નારદમુનિ’ જેવી ભૂમિકા ભજવતા તત્વોના કારણે આ પ્રમાણિક અધિકારીઓની છબી પણ ખરડાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સૂત્રોમાંથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, ઝોનમાં તમ્બાકુ (તંબાકુ) સહિતની વિવિધ કોમોડિટીઝના નામે કરોડો રૂપિયાનો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે. આ કારસ્તાનની મોડસ ઓપરેન્ડી એવી છે કે, એકમોમાં આવતો તંબાકુનો ઓરિજિનલ અને કિંમતી માલ બારોબાર બહાર કાઢી લેવામાં આવે છે અને તેની જગ્યાએ એક્સપોર્ટના નામે માત્ર કચરો જ સ્ટોક તરીકે ગોડાઉનમાં સંગ્રહી રાખવામાં આવે છે. જ્યારે આ બિનઉપયોગી અને નકામો કચરો કરોડોની કિંમતે ચોપડે બોલતો થઈ જાય, ત્યારે શંકાસ્પદ સંજોગોમાં આગ દેખાડીને આખો સ્ટોક સળગાવી રાખ રાખવામાં આવે છે!
વેપારી વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, તંબાકુ જ નહીં પરંતુ અન્ય કેટલીક કિંમતી કોમોડિટીઝમાં પણ આ પ્રકારના ગાલમેલના ખેલ અને આડકતરી ’કૂટનીતિ’ અન્યોને શીખવાડવા પાછળ આ કિરણ ચોટી નામના શખ્સની જ મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. પોતાની અંગત સાઠગાંઠ અને ફાઈલો પાસ કરાવવાની આવડતનો દુરુપયોગ કરી આ શખ્સ આવા આયોજનબદ્ધ કારસ્તાનોને પ્રોત્સાહન આપી રહ્યો છે.હવે સમય પાકી ગયો છે કે કાસેઝ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને કાસેઝના નામને ઉજળું રાખવા માંગતા સારા અને પ્રમાણિક વેપારીઓ એક થઈને કિરણ ચોટી જેવા વિવાદિત શખ્સને ઝોનમાંથી તાત્કાલિક અસરથી દૂર કરે. જો આ શખ્સ પર લગામ નહીં કસવામાં આવે તો માલ અને મલાઈ કિરણ ચોટી જેવા તત્વો ખાતા રહેશે અને તેના પાપે શંકાના ઘેરામાં ઝોનના તટસ્થ અને સારા અધિકારીઓ ખોટી રીતે હોમાતા રહેશે.

Comments