Trending News
સ્થાનિક સમાચાર

ધ્રુવરાજ ગઢવીની રિલાયન્સ જી-૧ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની અંડર-૧૬ ટીમમાં પસંદગી

28 October



કચ્છ ક્રિકેટ એસો.ના પ્રતિભાશાળી ખેલાડી



ભુજ - કચ્છઉદય : કચ્છ ક્રિકેટ એસોસિએશનના અંડર ૧૬ ટીમના પ્રતિભાશાળી ખેલાડી ધ્રુવરાજ ભરતભાઈ ગઢવીની રિલાયન્સ જી-૧  ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની અંડર -૧૬ ટીમમાં પસંદગી થઈ છે. તેઓ હાલ અમદાવાદ ખાતે રમાતી સૌરાષ્ટ્ર અને બરોડા વચ્ચેની પ્રતિષ્ઠિત રિલાઇન્સ જી-૧ ઇન્ટર સ્ટેટ અન્ડર -૧૬ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમી રહ્યા છે . તાજેતરમાં યોજાયેલી અન્ડર ૧૬ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ તરફથી રમતા ધ્રુવરાજ ગઢવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું . તેમના આ શ્રેષ્ઠ દેખાવના આધારે તેમની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં કરવામાં આવી છે.  ધ્રુવરાજની આ સીધી બદલ કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, હોદ્દેદારો, કોચ તેમજ શુભેચ્છકો દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને ભવિષ્યની મેચો માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM