Trending News
સ્થાનિક સમાચાર

લખપતના અકરીમાં સળગતી ખાણ અંતે ઠારવાની ફરજ પડીGMDC  ઝૂક્યું !

29 October

છે ને ચમત્કારને નમસ્કાર : ભોગગ્રસ્તોની રજૂઆત - કચ્છ ઉદયના ધારદાર અહેવાલનો પડઘો



પાછલા ચાર દીવસથી અકરી બંધ ખાણ વિસ્તારમાં હિટાચી, લોડર, વાહનો, પાણીના પ્રેસર, અને માવનશ્રમનો ચાલી રહ્યો છે મોટો ધમધમાટ 


ર૦ વર્ષથી બંધ પડેલી ખાણમાં સળગતા કોલસા બાબતે..’’અમે તો ખાણ હવે કલેકટરને સોપી દીધી છે, મહેસુલ વિભાગને આપી દીધી છે’’ તેમ કહી હાથ ખંખેરી લેનાર જીએમડીસી હવે કેમ ખાણ ઠારવા આગળ આવી રહી છે?મહેસુલને સોપી દીધી છે તો પછી ઠારવાનું કામ નિગમ કેમ કરી 
રહ્યુ છે..?



ગાંધીધામ : લખપતના અકરી ગામે જીએમડીસી ની બંધ પડેલી લિગ્નાઈટ ખાણમાં સળગતી આગ અને તેના કારણે ફેલાતા ઝેરી ધુમાડા મુદ્દે સ્થાનીકના ફુલરા ગામના સરપંચ વલીમામદભાઈ જત ઉપરાંતના આગેવાનો દ્વારા કરવામા આવેલી રજુઆત અને તે લાગણીને વાચા આપનાર ‘કચ્છ ઉદય’ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ધારદાર અહેવાલનો મોટો પડઘો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અકરી, ફુલરા, ઘડુલી, ધારેશી અને ખાણોટ સહિતના આસપાસના પાંચેક ગામોના લોકો કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ જેવા ઝેરી વાયુઓ અને શ્વાસની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા હતા. સ્થાનિક અગ્રણી વલીમામદ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને અખબારે વાચા આપતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.અહેવાલ ઉજાગર થતાં જ અમદાવાદ અને ગાંધીનગર ખાતેથી ઉચ્ચ સ્તરે આદેશ આપવામાં આવ્યા હતા, જેના પગલે સ્થાનિક જવાબદાર અધિકારીઓ અને મહેસુલ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સઘન નિરીક્ષણ હાથ ધર્યું હતું. ‘કચ્છ ઉદય’ના અહેવાલની ગંભીર નોંધ લેતા અંતે જીએમડીસી તંત્ર ઝૂક્યું છે અને ખાણમાં સ્વયંભૂ સળગી રહેલી આગને ઓલવવાની કવાયત યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. 
છેલ્લા ચાર દિવસથી હિટાચી મશીનો અને પાણીના ઉચ્ચ પ્રેશરનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટેના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે, જેના કારણે ભોગગ્રસ્ત ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ચમત્કારને જ નમસ્કાર હોય છે તે ઉકિત વધુ એકવાર સાર્થક સાબિત
થઈ છે.


....................




યુદ્ધના ધોરણે આગ ઠારવાની કામગીરી શરૂ

ગાંધીધામ : અંતે ખાણની અંદરની સ્વયંભૂ આગને બંધ કરવા માટે જીવંત કવાયત આદરવામાં આવી છે. પાછલા ચાર દિવસથી યુદ્ધના ધોરણે અહીં સળગતી ખાણ ઠારવાનો વ્યાયામ શરૂ કરી દેવામાં આવ્યો છે. હિટાચી મશીનો અને 
પાણીના પ્રેશરનો સતત મારો ચલાવીને જીએમડીસીને આ ખાણ ઠારવાની ફરજ પડી છે, જે પત્રકારત્વ અને જનજાગૃતિનો મોટો વિજય પુરવાર થઈ રહ્યો છે.

.................

કચ્છઉદયનો અહેવાલનો ફરી પડઘો


જીએમડીસી અને જીપીસીબીની ગુનાહિત બેદરકારીઃ તાલુકાના ગ્રામજનો ધીમા ઝેરનો શિકાર, લખપતમાં ય્સ્ડ્ઢઝ્રની સળગતી બંધ ખાણ સામે જનાક્રોશ આ પ્લેટફોર્મ પરથી તા. ૨૬-૧૦-૨૦૨૬ના પાના ન. ૩ પર વિગતવાર રજુ કર્યો હતો. કચ્છ ઉદયના અહેવાલને વધુ એકવખત પુષ્ટી મળવા પામી છે.

 

Comments

COMMENT / REPLY FROM