રાપરના બાલાસર પાસે મુગા પશુઓની ક્રૂરતાપૂર્વક હેરાફેરી ઝડપાઈ
૧.૮૦ લાખના મૂગા પશુઓ અને ટ્રક સહિત ૭ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ : બાલાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા અંગેના કાયદાનો ભંગ કરી ક્રૂરતાપૂર્વક ઘેટા-બેકરાાંનું વહન કરતા ઇસમો ઝડપાયા છે. બાલાસર ત્રણ રસ્તા પાસેથી પોલીસે અશોક લેલેન્ડ ટ્રક (નં. જીજે-૨૪-એક્સ-૭૮૬૨) અટકાવી તપાસ કરતાં તેમાં મૂગા પશુઓ ઘેટા-બેડાં નંગ ૧૮૦ ને કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવામાં આવતા હોવાનું જણાયું હતું. પશુઓ અંગેના કોઈ આધાર-પુરાવા કે મંજૂરીના કાગળો ન મળતા પોલીસે નાજીરઅહેમદ ઇમામભાઇ સિપાઇ (રહે. રાધનપુર), મારબશા જાકુરશા ફકીર (રહે. રાધનપુર) અને ભીલાલ મીઠાભાઇ સમા (રહે. ખાવડા, ભુજ) ની અટકાયત કરી છે. પોલીસે રૂ. ૧,૮૦,૦૦૦ ની કિંમતના મૂગા પશુઓ, રૂ. ૫ લાખની ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પશુ ક્રૂરતા અધિનિયમ તથા બી.એન.એસ. હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments