શિણાયમાંથી જુગાર રમતા ૭ ખેલીઓ ઝડપાયા
આદિપુરઃ શિણાય ગામના ચોકમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલા અલ્ગર તૈયબ બાપડા (રહે. અંતરજાળ), કિશોર જયંતીલાલ બલદાણીયા, સુરેશ પેથાભાઈ વાઘમશ, ગોપાલ છગનભાઈ સોરઠીયા, અશોક રેવાચંદ સિંગાણી અને વિનય માવજીભાઈ ડીયા (તમામ રહે. શિણાય/ગાંધીધામ) ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂા. ૩૧,૨૦૦ ની રોકડ રકમ, ૬ મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂા. ૭૨,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો છે. આ આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે.

Comments