સુરજબારી-માળીયા એઈટ-લેન રોડ વિસ્તરણનો ધમધમાટ તેજ
NHAI ની ઉચ્ચસ્તરીય ટુકડીએ કચ્છની તાજેતરમાં જ લીધી મુલાકાત
ટેકનિકલ અને એન્જિનિયરિંગ નિષ્ણાતોની ટુકડીએ માળીયાથી સામખીયાળી સુધીના પટ્ટાની સ્થળ તપાસ કરી અને વાહનોના ભારણ, ભારે ટ્રાફિક જામની સમસ્યા અને રસ્તાની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કર્યુ : અધિકારીઓએ આ રૂટ પરના ટ્રાફિક બોટલનેક્સ , બ્રિજ અને રેલવે ક્રોસિંગની આસપાસની જગ્યાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
ગાંધીધામ : કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી લાઈફલાઈન સમાન મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હવે ગતિમાં આવી ગઈ છે. તાજેતરમાં જ નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટુકડીએ કચ્છની મુલાકાત લીધી છે, જે માળીયા-સુરજબારી વચ્ચેના રસ્તાને એઈટ-લેન (૮-લેન)માં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ બાબતે માહિતી મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના ટેકનિકલ અને એન્જિનિયરિંગ નિષ્ણાતોની ટુકડીએ થોડા દિવસો અગાઉ માળીયાથી સુરજબારી અને કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખીયાળી સુધીના પટ્ટાની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા વાહનોના ભારણ, ભારે ટ્રાફિક જામની સમસ્યા અને રસ્તાની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હતો. અધિકારીઓએ આ રૂટ પરના ટ્રાફિક બોટલનેક્સ , બ્રિજ અને રેલવે ક્રોસિંગની આસપાસની જગ્યાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.શું છે માળીયા-સુરજબારી એઈટ-લેન પ્રોજેક્ટ? તેની જો વિગતવાર વાત કરીએ તો કચ્છ અને સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસ માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વાકાંક્ષી છે. અદાણી પોર્ટ, કંડલા પોર્ટ તેમજ કચ્છના મોટા ઔદ્યોગિક એકમોમાંથી રોજ હજારોની સંખ્યામાં હેવી વાહનો અને ટ્રકો અવરજવર કરે છે. આ વધતા ભારણને પહોંચી વળવા હાલના માર્ગને અત્યાધુનિક સુવિધાઓ સાથે એઈટ-લેન બનાવવાનું આયોજન છે. અગાઉ માળીયા-સુરજબારી પટ્ટા પર લાંબો ટ્રાફિક જામ થવાને કારણે મુસાફરો અને માલસામાન વહન કરતા વાહનો કલાકો સુધી ફસાઈ રહેતા હતા. આ નવો એઈટ-લેન પ્રોજેક્ટ બનવાથી વાહનવ્યવહાર અત્યંત વેગવંતો અને સુરક્ષિત બનશે. કચ્છને ગુજરાતના મુખ્ય શહેરો સાથે જોડતો આ ધોરીમાર્ગ પહોળો થવાથી લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રને મોટો વેગ મળશે.દ્ગૐછૈંની આ મુલાકાત બાદ પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ અને પ્રક્રિયાને વધુ વેગ મળવાની પૂરી સંભાવના છે, જેનાથી આગામી સમયમાં કચ્છના મુસાફરોને ટ્રાફિકની કાયમી રાહત મળશે તેવી આશા બંધાઈ છે.કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા તથા આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા નેશનલ હાઈવે પર ટ્રાફિક ભારણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સુરજબારીથી માળીયા સુધીના નેશનલ હાઈવે-૨૭ (દ્ગૐ-૨૭) ને ૮-લેન માં રૂપાંતરિત કરવા માટે અંદાજે રૂપિયા ૧૩૦૦ કરોડના માતબર ખર્ચની ફાળવણી તેમજ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ મેગા પ્રોજેક્ટ હેઠળ કચ્છના પ્રવેશદ્વાર સમાન આ પટ્ટાને અત્યાધુનિક સુવિધાઓ સાથે પહોળો કરવામાં આવશે, જેથી માલસામાનની હેરફેર ઝડપી બને અને વાહનચાલકોને કલાકોના ટ્રાફિકજામમાંથી કાયમી મુક્તિ મળે.
.
........................
માળીયા-સુરજબારી એઈટ-લેન હાઈવે પ્રોજેક્ટઃ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? જાણો અપડેટસ.!
ગાંધીધામ : કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે માળીયાથી સામખિયાળી/સુરજબારી સુધીના પટ્ટાને ૮-લેનમાં રૂપાંતરિત કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને તંત્ર સક્રિય બન્યું છે. પ્રોજેક્ટની સમયમર્યાદા અને સ્થિતિઃ *પ્રારંભ અને સર્વેની કામગીરી : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમે તાજેતરમાં જ આ રૂટની સ્થળ મુલાકાત લઈને ટેકનિકલ સર્વે અને ટ્રાફિકના ભારણનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.*શરૂ થવાની અને પૂર્ણ થવાની સંભાવનાઃ હાલ આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં (સર્વે અને ડી.પી.આર. -Detailed Project Report છે. NHAI દ્વારા આ માર્ગને ૮-લેન બનાવવાની મંજૂરી અને પ્રક્રિયા અંતર્ગત આગામી સમયમાં ટેન્ડર બહાર પાડવાની કાર્યવાહી હાથ ધરાશે. સામાન્ય રીતે આવા મોટા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ ગ્રાઉન્ડ પર શરૂ થયા બાદ તેને પૂર્ણ થવામાં અંદાજે૨ થી ૩ વર્ષનો સમય લાગતો હોય છે.આ પ્રોજેક્ટ સાકાર થવાથી કચ્છમાં આવનજાવન કરતા હજારો હેવી વાહનો અને મુસાફરોને ટ્રાફિકજામમાંથી કાયમી મુક્તિ મળશે અને કંડલા-મુન્દ્રા પોર્ટ તરફનો વેપાર વધુ વેગવંતો બનશે.

Comments