ભુજના ઓમ સંસ્કારધામ મંદિરે ભાદરવી શનિ અમાસ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન કરાયા
ભુજ - કચ્છઉદય : ન્યાય અને કર્મફળના પ્રધાન દેવતા ભગવાન સૂર્યનારાયણના પુત્ર શનિદેવની આરાધનાના પવિત્ર પર્વ ભાદરવી શનિશ્ચરી અમાસ નિમિત્તે ભુજના સંસ્કાર નગર, મંગલમ ચાર રસ્તા સ્થિત ઓમ સંસ્કારધામ મંદિરે વિશેષ પૂજન-અર્ચન અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શનિદેવના દર્શન કરી પૂજન-અર્ચન તથા અભિષેકનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક આયોજનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું હતું.
----

Comments