લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો
ભુજ-કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ પ્રમુખ રીટાબેન મહેતા, મંત્રી હર્ષાબેન મહેતાના નેજા હેઠળ સભ્ય બહેનો માટે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. તેમજ મહિલા કલ્યાણ કેન્દ્રની ૧૬ દીકરીઓને ગરબા રમવા માટે આમંત્રિત કરવામાં આવેલ હતી. ભાવનાબેન ઝવેરી દ્વારા બધી જ કુમારીકાઓનું પગ ધોઈને પૂજન કરાયુ હતું. ક્લબના સભ્યો તરફથી પ્રતીક ભેટ, શણગારની વસ્તુઓ, સ્ટેશનરીની આઈટમ અને સ્કુલ બેગ અને ભારતીબેન પાંધી અને ભાવના ઝવેરી તરફથી રોકડ પુરસ્કાર આપવામા આવ્યા હતા. બેલાબેન, પુષ્પાબેન, નયનાબેને વ્યવસ્થા સંભાળેલ હતી.
-------

Comments