Trending News
સ્થાનિક સમાચાર

પદયાત્રી કેમ્પોમાં સ્વચ્છતા જાળવવા પ્રાંત અધિકારીની અપીલ

10 October


જાહેર માર્ગો પર નાળિયેર ફેંકવાથી અકસ્માતનો ભય

નખત્રાણા - કચ્છઉદય : મા આશાપુરાના ધામ તરફ જતા પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પોના સંચાલકોને નખત્રાણા પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા કેમ્પની અંદર તથા આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં સફાઈ જાળવવા ખાસ વિનંતી કરવામાં આવી છે. પદયાત્રા પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૌથી વધુ સ્વચ્છતા રાખનારા શ્રેષ્ઠ ૫ કેમ્પોની પસંદગી કરી તેમના સંચાલકોનું સન્માન કરવામાં આવશે.
બીજી તરફ, નખત્રાણાની વિશ્વકર્મા માર્કેટ પાસે પદયાત્રીઓને નાળિયેર પાણી પીવડાવ્યા બાદ ખાલી નાળિયેર જાહેર માર્ગ પર જ ફેંકી દેવામાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ ઊભું થયું છે. રોડ પર રઝળતા નાળિયેર સાથે બાઇક કે અન્ય વાહનો ટકરાવાથી વાહનચાલકો અને રાત્રિના સમયે પદયાત્રીઓ માટે ગંભીર હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સેવાભાવી લોકોની આસ્થા પ્રશંસનીય છે, પરંતુ આવી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે. આથી સેવા કાર્યની સાથે સ્વચ્છતા અને સુરક્ષા પ્રત્યે જાગરૂકતા દાખવવા અપીલ કરવામાં આવી છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM