Trending News
સ્થાનિક સમાચાર

 સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યોજાયેલ પદયાત્રા માતાનામઢ પહોંચાવાના આરે

10 October


ભુજ - કચ્છઉદય : જનતાની સુખાકારી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્યથી “દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ દ્વારા ગુરૂવારની સાંજથી મિરઝાપર “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ત્રીજા દિવસે માતાજીના દર્શન માટે માતાનાના મઢ સ્થાનક પર પહોંચવાના આરે છે. 
સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે વિક્રમસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ જાડેજા, નિલેશભાઈ દાફડા, શક્તિસિંહ ઝાલા, ભીમજીભાઈ ચાવડા, હરેશભાઈ લોંચા, ભરતભાઈ રોશિયા, ધર્મેશભાઈ કેશરાણી, જીગરભાઈ ગોહિલ, સિધ્ધરાજસિંહ સોઢા વિગેરે લોકો જોડાયા હતા.  આસ્થા અને પરંપરા સાથે લાખો માઈભક્તો “જય માતાજી” ના નાદ સાથે દુર - દુરના શહેરો અને ગામડાઓથી પગપાળા માતાના મઢ પહોંચે છે અને કચ્છના કુળદેવી દેશદેવી માં આશાપુરાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. 
-----

Comments

COMMENT / REPLY FROM