Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજા

10 October


અંજારઃ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરઝડપે અને બેદરકારીથી દોડતી ટાટા મેજિક વાને એક્ટિવા/મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોતી પંદુલી (મેઘરજ) અને હાલ ગોપાલનગર ટપ્પર રહેતા જગદીશભાઈ કનુભાઈ ડામોરના પુત્ર પ્રેમ ડામોર પોતાની મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા. 
તે દરમિયાન અંજાર ભીમાસર મેઈન રોડ પર હાઈસ્કૂલની સામે ટાટા મેજિક વાન (નં. ય્ત્ન-૩૯-્‌છ-૬૧૯૬) ના ચાલકે વાન ગફલતભરી રીતે ચલાવી પ્રેમ ડામોરની ગાડીને હડફેટમાં લીધી હતી. 
આ અકસ્માતમાં પ્રેમ ડામોર અને પાછળ બેઠેલા પ્રવીણભાઈ ભંગીને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ અંશકુમારને સામાન્ય ઇજા થઈ હતી. 
પોલીસે ટાટા મેજિકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM