ભુજના રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા ૫૧ કુમારીકાઓને ગરબા કીટ - શણગાર કીટ અપાઈ
ભુજ-કચ્છઉદય : ભુજ ખાતે રામ રોટી છાશ કેન્દ્ર દ્વારા નવરાત્રી પ્રસંગે ૫૧ કુમારીકાઓને ગરબાની કીટ, શણગાર કીટ તેમજ અલ્પાહાર આપવાનો કાર્યક્રમ રામ રોટી છાશ કેન્દ્ર ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રામ રોટી છાશ કેન્દ્રના ટ્રસ્ટીઓ, સ્ટાફ અને હાટકેશ સેવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લીલાધરભાઇ ભીંડેએ સૌનો આભાર માન્યો હતો. તેમજ કુમારીકાઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
-------------

Comments