Trending News
સ્થાનિક સમાચાર

ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

31 August



ભજ-કચ્છઉદય : જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે ભાવીનભાઈ ખંડોર, ચાર્મી ક્રિએશન-મુંબઈ, દાદરના સહયગથી મહિલા કલ્યાણ કેન્દ્રમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 
મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કમલાબેન વ્યાસે દરેકને આવકાર્યા હતા. બાદમાં નવકાર મહામંત્રના સ્મરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રો. ચેરમેન શાંતિલાલ મોતાએ અને મંત્રી દિપાલીબેન શુકલએ આ પર્વનું મહત્વ સમજાવ્યું હતું.
આગળના ચરણમાં બાલિકાઓએ મંચસ્થ મહાનુભાવો વેલજીભાઈ મહેતા, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, મહેશ મહેતા, ઓજશ શેઠ વિગેરેના કાંડે રક્ષા-કવચ રાખી બાંધી તેમના આરોગ્યમય દીધાર્યું માટે પ્રાર્થના કરી હતી. કમલાબેન વ્યાસ અને દિપાલીબેન શુકલએ નવચેતન પરિવારના  મહેમાનોના હાથે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. આ તકે મીનાક્ષીબેન મોતા તથા ભાવનાબેન જોશીએ બાળ શીશુઓના કાંડે રક્ષા બાંધી તેમના મંગલમય જીવનની કામના કરી હતી. 
અંતિમ ચરણમાં પપ જેટલી બાલિકાઓને બ્રાન્ડેડ વસ્ત્રો સાથગે ડ્રાયફ્રુટ ચોકલેટના પેકેજ -બિસ્કીટ પેકેટનું વિતરણ કરાયું હતું. બાળ શીશુઓ માટે બેબી બેડની સોગાદ આપવામાં આવી હતી.  કાર્યક્રમને સફળ બનાવવા બંને સંસ્થાના હોદેદારો-કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM