Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં હંગામી એન્જિનિયરના નામે પીએમસી કાંડઃ  કાલે બોર્ડ બેઠકમાં મોટો હોબાળો- ધમાચકડી મચવાના એંધાણ

31 August

ડે. કમિશનર સંજય રામાનુજની ઢીલી નીતિથી ભારે રોષ


સરકારી સિક્કાઓનો ગેરઉપયોગ થયાનું ફલિત થવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાંઃ ર૦ દિવસ વીતવા છતાં નિવેદનો લેવાની પણ તસ્દી ન લેવાઈ; વિપક્ષી નેતા ભરતભાઈ ગુપ્તાએ કાયદેસરની કાર્યવાહી કરવાની આપી ચીમકી

નગરપાલિકાના સમયથી ગાંધીધામમાં ભ્રષ્ટચરાનો સડ્ડાનો મોટો સ્વાદ ચાખી ચુકેલાઓને કચ્છ બહાર તગેડો, 
તો અને તો જ ગાંધીધામના માળખાગત કામોમાં ગુણવત્તા જોવા મળશે : જાણકારોનો ટોણો

મહાનગરપાલિકાના સહી-સીક્કાઓનો ગેરઉપયોગ થયો હોવાનુ સ્પષ્ટ ફલીત થતુ હોવા છતા સંજય રામાનુજ ખુલ્લીને કહે છે કે, કોઈ જ ગંભીર મુદો નથી, એટલી બધી ઝડપથી મારે તપાસ કરવાની 
તેમાં કયાંય જરૂર રહેલી નથી, મને યોગ્ય જણાશે ત્યારે અને તે રીતે કરીશ તપાસ


વિચાર તો કરો, સરકારી સિક્કાઓનો ગેરઉપયોગ થઈ ગયો, ઉત્તરાખંડ સરકારના વિભાગે ભાંડો ફોડયો ત્યા સુધી ગાંધીધામ મનપાના ડે.કમિશ્નર શ્રી રામાનુજ અને સીટી એન્જીનીયર આણી ટોળકીને ગંધ શુદ્ધા પણ આવી, આશ્ચર્ય તો એ વાતનો છે કે, રરમી જુલાઈના ઈમેઈલ ઉત્તરાખડ તરફથી આવી ગયો હોવા ઉપરાંત પણ નગરપાલીકાને આ બાબતે કાયાદકીય આધાર-પુરાવા સાથે તપાસ કરવાની કયાંય તસ્દી લેવાની જ જરૂર ન પડી : અ તો કમિશ્નરશ્રી દેવરાએ ડે.કમિશ્નરને સમ ખાવા પુરતી જ તપાસ સોપી હોય તેવો થયો છે તાલ, તપાસ સોપ્યાના ર૦ દીવસ બાદ પણ સંજય રામાનુજે જવાબદારોના નિવેદનો લેવાની પણ ન દેખાડી તૈયારી...ઃ વિચાર કરો ગાંધીધામ મનપાના આ બની બેઠલા વહીવટી અધિકારીઓ અન્ય કેટકેટલા વિષયો અને પ્રકરણોમાં આ જ રીતે કુલડીમાં ગોળ ભાંગતા હશે..?

તપાસ અગાઉ સોપી દીધી છે, આગામી એકાદ સપ્તાહમાં જ આ બાબતે તપાસ પૂર્ણ કરવા ડે.કમિશ્નરને જરૂરી સુચનો આપવામાં આવશે, તેમની તપાસ બાદ જે અહેવાલ રજુ થશે તે અનુસાર ચોકકસથી કડક કાર્યવાહી કરાશે : 
શ્રી દવેરા(કમિશ્નરશ્રી ગાંધીધામ મનપા)

મનપાના વહીવટી અધિકારીઓની આવી બેદરકારી ન ચલાવી લેવાય, અમે બોર્ડ બેઠકમાં ચોકકસથી આ બાબતે સવાલો ઉઠાવીશુ, ગાંધીધામ મનતા ચોકકસ સમયમાં તપાસ આટોપી પગલા નહી લે તો કોંગ્રેસ આ બાબતે ચોકકસથી કાયદેસરની કાર્યવાહી કરી અને દોષીતો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા સંકલ્પબદ્ધ છે : 
શ્રી ભરતભાઈ ગુપ્તા(વિપક્ષી નેતા, ગાંધીધામ મનપા)


ગાંધીધામ :ગાંધીધામ મહાનગરપાલિકામાં હંગામી એન્જિનિયરના નામે આચરવામાં આવેલા પીએમસી કાંડને લઈને વહીવટી તંત્રની ભારે બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકાના સત્તાવાર સહી-સિક્કાઓનો ગેરઉપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે ફલિત થતું હોવા છતાં, ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજની સશંકાસ્પદ અને સુસ્ત કામગીરીને કારણે સમગ્ર શહેરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર મુદ્દે આવતીકાલે યોજાનારી બોર્ડ બેઠકમાં ભારે હોબાળો મચવાના પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.વિચારવા જેવી બાબત એ છે કે સરકારી સિક્કાઓનો સરાસર ગેરઉપયોગ થઈ ગયો અને ઉત્તરાખંડ સરકારના સંબંધિત વિભાગે આ અંગેનો ભાંડો ફોડ્યો ત્યાં સુધી ગાંધીધામ મનપાના ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ અને સિટી એન્જિનિયર સહિતની ટોળકીને તેની ગંધ સુદ્ધાં આવી ન હતી. ગત ૨૨મી જુલાઈના રોજ ઉત્તરાખંડ તરફથી અધિકૃત ઈમેઈલ આવી ગયો હોવા છતાં, મનપા તંત્રે કાયદાકીય આધાર-પુરાવા સાથે તપાસ કરવાની કોઈ જ તસ્દી લીધી ન હતી.દરમિયાન, કમિશનર દેવરાએ ડેપ્યુટી કમિશનરને માત્ર સમ ખાવા પૂરતી જ તપાસ સોંપી હોય તેવો ઘાટ સર્જાયો છે. તપાસ સોંપાયાના ૨૦-૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં સંજય રામાનુજે જવાબદારોના નિવેદનો લેવાની પણ તૈયારી દર્શાવી નથી. આટલી ગંભીર બાબતમાં પણ ડેપ્યુટી કમિશનર રામાનુજ ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે, “આમાં કોઈ જ ગંભીર મુદ્દો નથી, એટલી બધી ઝડપથી મારે તપાસ કરવાની ક્યાંય જરૂર નથી. મને યોગ્ય જણાશે ત્યારે અને તે રીતે હું તપાસ કરીશ.” અધિકારીઓના આવા વલણથી સવાલ ઉઠી રહ્યો છે કે મનપાના આ બની બેઠેલા વહીવટી અધિકારીઓ અન્ય કેટકેટલા પ્રકરણોમાં આ જ રીતે ‘કુલડીમાં ગોળ’ ભાંગતા હશે?


..............................

વિપક્ષે આપાતકાલીન મોરચો માંડ્યોઃ કાયદેસરની કાર્યવાહીની ચીમકી


ગાધીધામ : મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓની આવી ઘોર બેદરકારી સામે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. ગાંધીધામ મનપાના વિપક્ષી નેતા શ્રી ભરતભાઈ ગુપ્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મનપાના અધિકારીઓની આવી બેદરકારી સાંખી લેવાય નહીં. અમે આવતીકાલે મળનારી બોર્ડ બેઠકમાં આ બાબતે ચોક્કસથી આકરા સવાલો ઉઠાવીશું. જો ગાંધીધામ મનપા ચોક્કસ સમયમર્યાદામાં તપાસ આટોપીને દોષિતો સામે પગલાં નહીં લે, તો કોંગ્રેસ પક્ષ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી દોષિતો સામે ધાક બેસાડતા પગલાં લેવડાવવા સંકલ્પબદ્ધ છે.

Comments

COMMENT / REPLY FROM