ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે કચ્છના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન શરૂં
ભુજ - કચ્છઉદય : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ૨૯ ઓગષ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસથી ગુજરાતના ફ્લેગશિપ રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા - ગ્રામ્ય કક્ષાએથી રમતગમતની પ્રતિભાને ઓળખવા માટે યોજાનાર આ આયોજનમાં વધુમાં વધુ ખેલાડીઓને જોડાવા અપીલ કરવામાં આવે છે.
ખેલ મહાકુંભ અંતર્ગત શાળા-ગ્રામ્યકક્ષા, તાલુકા - ઝોનકક્ષા, જિલ્લા - મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓઓ યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં રહેતા અથવા અભ્યાસ કરતા ખેલાડીઓએ મહાનગરપાલિકાના વોર્ડ - ઝોન મુજબ જયારે કચ્છ જિલ્લાના (ગાંધીધામ સિવાયના) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કે અભ્યાસ ખેલાડીઓએ તાલુકા - જિલ્લા મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ ના વયજૂથના અભ્યાસ કરતા ખેલાડીઓએ ફરજીયાતપણે પોતાની શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જયારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ પોતાની કોલેજમાં અને અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ૨૨ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી રંંજઃ// ારીઙ્મ દ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી શકશે. કચ્છ જિલ્લા તથા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના વધુમાં વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી આ રમતોત્સવમાં ભાગ લે અને પોતાની પ્રતિભા દર્શાવે તેવી અપીલ કરાઈ છે.
-------------

Comments