Trending News
સ્થાનિક સમાચાર

માધાપર રોટરી કલબની નવી ટીમે સંભાળી જવાબદારી 

31 August


લોકસેવાના વિવિધ પ્રકલ્પો હાથ ધરવાનો પ્રમુખ ચંદ્રશેખરસિંહ જાડેજાનો સંકલ્પ 

ભુજ-કચ્છઉદય : રોટરી ઇન્ટરનેશનલની માર્ગદર્શિકા મુજબ થોડા સમય પૂર્વે બનેલી ભુજની ઉપનગરી સમા માધાપર રોટરી ક્લબના વર્ષ ૨૦૨૬-૨૭ના હોદ્દેદારો પ્રમુખ ચંદ્રશેખરસિંહ જાડેજા મંત્રી, મનોજ હંસોરા, ખજાનચી કલ્પેશભાઈ યાદવ સાથે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ શપથ લીધા હતા. પ્રમુખ તરીકે શ્રી જાડેજાએ આવતા વર્ષમાં રોટરીના માધ્યમથી લોક સેવાના કાર્યો કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું વચન આપ્યું હતું. ક્લબના આ બીજા શપથ ગ્રહણના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે માંડવી ક્લબના વરિષ્ઠ રોટેરીયન વિનયભાઈ ટોપરાની રહ્યા હતા. તેમની સાથે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, આસિસ્ટન્ટ ગવર્નર દતુભાઈ ત્રિવેદી, જયેશભાઈ શાહ, રામદેવસિંહ જાડેજા તથા પૂર્વ ગવર્નર ભરતભાઈ ધોળકિયા, ડો. હર્ષદભાઈ ઉદેશી સાથે વિદાય લઈ રહેલા પ્રમુખ રાજેશભાઈ ઠક્કર રહ્યા હતા. જેમણે ગત વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, બેડમિન્ટન ટુર્નામેન્ટ જેવા પ્રોજેક્ટમાં સહકાર આપવા બદલ સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન માધાપર રોટરેક્ટ ક્લબના પ્રથમ પ્રમુખ રહેલા હિતેશભાઈ ખંડોલ પણ માધાપર રોટરી ક્લબના નવા સભ્ય બન્યા હતા અને તેમણે ક્લબની મદદરૂપ રહેવા માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી. હિતેશભાઈ તથા નયનભાઈને નવા મેમ્બર તરીકે ભરતભાઈ તથા હર્ષદભાઈ દ્વારા પિન પહેરાવવામાં આવી હતી. જયેશભાઈ શાહે ઓછા પરંતુ નામાંકિત કાર્ય કરવાની સલાહ આપી હતી, તો ક્લબના એડવાઈઝર રામદેવસિંહ જાડેજાએ ક્લબની ક્ષમતાઓને બિરદાવી હતી. ક્લબના એજી દત્તુભાઈ ત્રિવેદીએ ગવર્નર નૈમિષભાઈ રવાણી તરફથી પાઠવેલ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ક્લબના સભ્યો જેમને વિશેષ સન્માન પ્રાપ્ત કર્યુ હતું તેવા રાજેશભાઈ ઠક્કર, પંકીન તન્ના તથા ભરત રાઠોડનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ વાધડિયા અને સમાપનવિધિ માધવ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. કલબના અન્ય સભ્યો ડો. જીતુભાઈ ભાનુશાલી, સંજય વિડજા, વિપુલ ભીંડે, નિલેશ ભીંડે, રાજેશ ઠક્કર, મિતુલ વેદાંત, ભરત રાઠોડ, અમિત ઠક્કર, હાર્દિક ઠક્કર, ચેતન ઠક્કર, ઉર્વેશ વ્યાસ તથા નવા સભ્ય નયન પરમાર સાથે સર્વે સભ્યોનો સાથ સહકાર રહ્યો હતો. 
--------

Comments

COMMENT / REPLY FROM