Trending News
સ્થાનિક સમાચાર

સ્વ. હસમુખભાઈ ભુડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

29 August


કન્યા રતનધામ સૂરજ શિક્ષણધામ સંકુલ ખાતે 



ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સૂરજ શિક્ષણધામ - કન્યા રતનધામ સંકુલ ખાતે સ્વ. હસમુખભાઈ ભુડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણીને વેગ આપવા અને દીકરીઓ હોસ્ટેલમાં રહી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ નિઃશુલ્ક અને ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ કરી શકે તે માટે કન્યા રતનધામ અને સૂરજ શિક્ષણધામ જેવું વિશાળ તથા આધુનિક નૂતન સંકુલ જેમના ભગીરથ પ્રદાન થકી પ્રાપ્ત થયું છે, તેવા સ્વ. હસમુખભાઈને એમની લાડલી દીકરીઓ આજે પણ આદરપૂર્વક યાદ કરી રહી છે. હાલ આ રતનધામ સંકુલમાં ૭૫૦ જેટલી દીકરીઓ રહીને પોતાનો અભ્યાસ કરી રહી છે.
સંકુલ પરિસરમાં સ્વ. હસમુખભાઈની પવિત્ર સ્મૃતિને જીવંત રાખવા અને પર્યાવરણ જતનના ઉમદા ઉદ્દેશ સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વડીલો, ટ્રસ્ટીઓ, શિક્ષકગણ તેમજ ઉત્સાહી વિદ્યાર્થીઓના હસ્તે પરિસરમાં વિવિધ છોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણની સાથે-સાથે તેના જતન અને સંવર્ધનનો પણ દ્રઢ સંકલ્પ લેવાયો હતો.
સમગ્ર શ્રદ્ધાંજલિમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરીયા, ટ્રસ્ટી નાનજીભાઈ પિંડોરીયા, પ્રેમજીભાઈ હાલાઈ, રવજીભાઈ ગોરસિયા, લક્ષ્મણભાઈ રાઘવાણી, શિવજીભાઈ છભાડીયા, કરસનભાઈ મેપાણી, મનજીભાઈ પિંડોરિયા, ગોપાલભાઈ વેકરીયા, હરેશભાઈ વેકરીયા, રામજીભાઈ સેંઘાણી, કાન્તાબેન વેકરીયા, કસ્તુરબેન ગોરસિયા, લીલાબેન વેકરીયા, સંગીતાબેન હીરાણી, મનિષાબેન પટેલ, નીતાબેન વેકરીયા, અર્પિતાબેન વેકરીયા સહિત સૌ ગુરૂજનો, વાલીઓ અને કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, કન્યા રતનધામ, પ્રાથમિક કન્યા વિદ્યામંદિર, નર્સિંગ કોલેજ તથાઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વ. હસમુખભાઈ ભુડિયાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દિવ્ય આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM