Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની પ્રજા પાયમાલ, અધિકારીઓ મીની વેકેશનમાં મુડમાં : સળંગ રજાઓ ગોઠવી મોટાભાગના મથકો-કચેરી ખાલીખમ્મ..!

29 August

કેવી કમનશીબી અછતગ્રસ્ત સમાન છેવાડાના વિસ્તારોની..! અધિકારીઓ વેકેશન માણવામાં મસ્ત



કચ્છ કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખુદ જિલ્લાના છેવાડાના અલગ અલગ વિસ્તારોની મુલાકાતો લઈ લોકોની સુખસુવિધાઓની ચિંતા સેવી રહ્યા છે જયારે કચ્છના વિવિધ મથકોના મુખ્ય જવાબદાર અધિકારીઓ સળંગ રજાઓની ગોઠવણો કરી, વચ્ચે આવતા ચાલુ દીવસોમાં પણ મથકો-કચેરીઓમાં હાજર ન રહી કલેકટર તથા ડીડીઓ જેવા અધિકારીઓની મહેનત પર કરી રહ્યા પાણી ઢોળ


કચ્છમાં હાલમાં પ્રજાજનો ઓછા વરસાદના લીધે ઘાસચારાની અછત, પાણીનો કકડાટ સર્જાયેલો છે તેવામાં કયાંક સિંચાઈ અધિકારીઓ હાજર નથી, કયાંક માલમતદારો રજામાં જતા રહ્યા હોવાનો દેખાય છે વર્તારો : આવા અધિકાીઓ કટોકટીના સમયમાં કચ્છમાં પોતાની નૈતિક જવાબદારી સમજવી જોઈતી હતી : પ્રજાજનો રજુઆત કરવા જાય તો કયાં જાય? પ્રજાકીય પ્રતિનિધીઓ વાત રજુ કરવા જાય તો કયાં જાય..? : રજાઓની મોસમ વચ્ચે કચેરીઓ સુનીઃ અછત સામે લચાર પશુપાલકો અને અરજદારો અટવાયા


ભુજ - કચ્છઉદય : એક તરફ સરહદી કચ્છ જિલ્લો ઓછા વરસાદના કારણે ઘાસચારાની ભારે અછત અને પીવાના પાણીના વિકટ કકડાટથી ઝૂંઝી રહ્યો છે, તો બીજી તરફ પ્રજાની આ વેદના પ્રત્યે સદંતર બેદરકાર બનેલા સ્થાનિક વહીવટી અધિકારીઓ ‘મિની વેકેશન’ માણવાની મસ્તીમાં મસ્ત છે! કટોકટીની આ ઘડીમાં પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે જવાબદાર કચેરીઓને તાળાં મારીને અધિકારીઓ ગાયબ થઈ જતા સમગ્ર કચ્છમાં ભારે રોષની લાગણી જન્મી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)  ખુદ કળતરભરી ગરમી અને વિષમ પરિસ્થિતિમાં છેવાડાના વિસ્તારો સુધી રૂબરૂ દોડી જઈને લોકોની સુખ-સુવિધાઓ અને અછતની સ્થિતિની ચિંતા સેવી રહ્યા છે. પરંતુ, તળના વિવિધ તાલુકા મથકો અને વિભાગીય કચેરીઓના બેજવાબદાર મુખીઓ સળંગ રજાઓની ગોઠવણ કરી, વચ્ચે આવતા ચાલુ દિવસોમાં પણ કચેરીઓમાંથી ગાયબ થઈ ગયા છે. આ કામચોર અધિકારીઓ પોતાના જ કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢં જેવા ઉચ્ચ અધિકારીઓની અથાક મહેનત પર પાણી ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ સ્થિતિ એ છે કે, ક્યાંક સિંચાઈ વિભાગના ચાવીરૂપ અધિકારીઓ ગાયબ છે, તો ક્યાંક પ્રજાના સીધા કામો સાથે સંકળાયેલા મામલતદારો પણ રજાઓની મજા માણી રહ્યા હોવાનો વર્તારો દેખાઈ રહ્યો છે. આવા નાજુક અને કટોકટીભર્યા સમયે કચ્છની જનતા અને તેમના પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની ફરિયાદો કે રજૂઆતો લઈને ક્યાં જાય? શું સરકારી બાબુઓ માટે પ્રજાની તકલીફો કરતાં 
પોતાની રજાઓ વધુ મહત્વની બની ગઈ છે? કટોકટીના સમયે નૈતિક જવાબદારી ભૂલીને ફરજ પરથી ભાગી છૂટતા આવા બેદરકાર અધિકારીઓ સામે શાસન અને વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. ભોગગ્રસ્તોમાથી ઉઠતા કચવાટ અને સવાલોની વાત કરીએ તો જિલ્લામાં ઈદે મિલાદુન્નબીના તહેવારથી શરૂ થયેલી જાહેર રજાઓની શૃંખલાને કારણે કચ્છ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી અત્યંત 
પાંખી થઈ ગઈ છે. રક્ષાબંધન બાદ હવે આગામી કૃષ્ણ જન્માષ્ટમીની રજાઓ અને ત્યારબાદ આવતા સપ્તાહાંતનો લાભ લેવા માટે કર્મચારીઓ વચ્ચેના કામકાજના દિવસોમાં પણ રજાઓ મૂકીને મીની વેકેશન માણવા નીકળી ગયા છે. પરિણામે પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓ ઉપરાંત જિલ્લા મથક ભુજની સરકારી કચેરીઓમાં મોટો સન્નાટો વ્યાપી ગયો છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં અત્યંત ઓછો વરસાદ નોંધાવાને કારણે પશ્ચિમ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અછત જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક પશુપાલકો પોતાના પશુધન માટે ઘાસચારા અને પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે અને રાહત કાર્યો માટે તંત્ર સામે રજૂઆત કરવા મથી રહ્યા છે. જોકે, જવાબદારો જ રજા પર ઉતરી જતાં લોકોના પ્રશ્નોની ઉકેલ પ્રક્રિયા અટકી પડી છે અને અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગત સપ્તાહથી શરૂ થયેલો આ માહોલ આગામી સપ્તાહના અંત સુધી યથાવત રહેવાની પૂરી શક્યતા છે, જેના કારણે હવે આવતા સોમવાર પછી જ સરકારી કામગીરી રાબેતા મુજબ શરૂ થાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

.........


મુખ્ય અધિકારીઓ કલેક્ટર-ડીડીઓની મહેનત પર ફેરવી રહ્યા છે પાણી

જિલ્લાના વડા છેવાડાના વિસ્તારો ખુંદી રહ્યા છે અને નીચેના બાબુઓ સળંગ રજાઓ ગોઠવી ગાયબ!



ભુજઃ કચ્છ જિલ્લામાં સર્જાયેલી અછતની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્રના બેવડા વલણે પ્રજામાં ભારે ચર્ચા જગાડી છે. એક તરફ જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ એવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)  ખુદ કળતરભરી ગરમીમાં છેવાડાના સીમાડા ખુંદીને લોકોની તકલીફો જાણી રહ્યા છે, ત્યારે બીજી તરફ તાલુકા મથકોના જવાબદાર મુખ્ય અધિકારીઓ ‘મિની વેકેશન’ માણવામાં મસ્ત બન્યા છે. સળંગ રજાઓની હોંશિયારીપૂર્વક ગોઠવણ કરીને વચ્ચેના ચાલુ દિવસોમાં પણ કચેરીઓ ખાલીખમ્મ મૂકી દેનારા આ બાબુઓ ઉચ્ચ અધિકારીઓની અથાક મહેનત પર સીધું પાણી ફેરવી રહ્યા છે.જિલ્લા વડાઓ દિવસ-રાત જોયા વગર સ્થળ પર પહોંચીને રાહત કામગીરી અને સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ નીચલા સ્તરના જવાબદાર અધિકારીઓ કચેરીઓમાં હાજર ન રહેતા કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢંની તમામ યોજનાઓ અને સૂચનાઓ કાગળ પર જ રહી જાય છે. આ કામચોર વલણને કારણે પ્રજાકીય પ્રતિનિધિઓ અને અરજદારો જ્યારે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેમને માત્ર ખાલી ખુરશીઓ જ જોવા મળે છે. વહીવટી તંત્રના મોભીઓની મહેનતને ધોઈ પીનારા આવા બેદરકાર અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

...........


ઘાસચારો અને પાણીના કકડાટ વચ્ચે અછતગ્રસ્ત પ્રજા રામભરોસે


અછતની આફત વચ્ચે સિંચાઈ અને મહેસૂલી અધિકારીઓ રજા પર ઉતરી જતા માલધારીઓ અને ખેડૂતો બેહાલ



ભુજઃ ઓછા વરસાદના કારણે સમગ્ર કચ્છમાં ઘાસચારાની ભારે અછત અને પીવાના તથા સિંચાઈના પાણીનો વિકટ કકડાટ સર્જાયો છે. આવા કટોકટીના સમયે પ્રજાને રાહત પહોંચાડવાને બદલે જવાબદાર અધિકારીઓ કચેરીઓને તાળાં મારીને ગાયબ થઈ જતાં અછતગ્રસ્ત જનતા સંપૂર્ણપણે રામભરોસે મુકાઈ ગઈ છે. ક્યાંક સિંચાઈ વિભાગના એન્જિનિયરો ગાયબ છે તો ક્યાંક મહેસૂલી કામગીરી સંભાળતા મામલતદારો રજાઓ ભોગવી રહ્યા છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોની હાલાકીનો કોઈ પાર રહ્યો નથી. કચ્છમાં પશુધનને બચાવવા માટે ઘાસચારાના ડેપો અને પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. પરંતુ, નીતિ-વિષયક નિર્ણયો લેનારા અને અમલ કરાવનારા અધિકારીઓ જ ગેરહાજર હોવાથી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પ્રજા પોતાના પશુધનને બચાવવા વલખાં મારી રહી છે અને રજૂઆત કરવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન બન્યો છે. સંકટ સમયમાં પોતાની નૈતિક ફરજ ભૂલીને પ્રજાને બિનવારસી છોડી દેનારા આવા અધિકારીઓની લાપરવાહી સામે કચ્છની જનતામાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. મુખીઓ સળંગ રજાઓની ગોઠવણ કરી, વચ્ચે આવતા ચાલુ દિવસોમાં પણ કચેરીઓમાંથી ગાયબ થઈ ગયા છે. આ કામચોર અધિકારીઓ પોતાના જ કલેક્ટર અને (DDO)  જેવા ઉચ્ચ અધિકારીઓની અથાક મહેનત પર પાણી ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ સ્થિતિ એ છે કે, ક્યાંક સિંચાઈ વિભાગના ચાવીરૂપ અધિકારીઓ ગાયબ છે, તો ક્યાંક પ્રજાના સીધા કામો સાથે સંકળાયેલા મામલતદારો પણ રજાઓની મજા માણી રહ્યા હોવાનો વર્તારો દેખાઈ રહ્યો છે. આવા નાજુક અને કટોકટીભર્યા સમયે કચ્છની જનતા અને તેમના પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની ફરિયાદો કે રજૂઆતો લઈને ક્યાં જાય? શું સરકારી બાબુઓ માટે પ્રજાની તકલીફો કરતાં પોતાની રજાઓ વધુ મહત્વની બની ગઈ છે? કટોકટીના સમયે નૈતિક જવાબદારી ભૂલીને ફરજ પરથી ભાગી છૂટતા આવા બેદરકાર અધિકારીઓ સામે શાસન અને વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

..........

Comments

COMMENT / REPLY FROM