પીજીવીસીએલ સ્માર્ટ મીટર સામે ગાંધીધામ સંકુલમાં ભારોભાર આંતરીક જનાક્રોશ : આ બલા શું છે? પ્રજાલુંટનું નવુ સાધન?
અંજાર-ભુજ કેમ નહી? પહેલી ગાંધીધામની જ પસંદગી શા માટે?
કચ્છમાં ‘સ્માર્ટ મીટર’ અંગે પ્રજામાં ભારે રોષ અને આંતરિક અસંતોષઃ અનેક સવાલો સાથે ભયનો માહોલ : ગાંધીધામથી જ કેમ શરૂઆત ?
ભુજ-અંજારમાં વિરોધના ડરે ‘સરળ પ્રજા’ની પસંદગી કર્યાની ચર્ચા; પ્રીપેડ સિસ્ટમ અને ઈમરજન્સી પાવર કટ સામે લોકોમાં ચિંતા
વીજચોરી પણ જયા થઈ રહી છે તેવા વિસ્તારોમાં વીજઅધિકારીઓની જાણ બહર ચોરીઓ થવી સંભવ નથી : વીજકર્મીની સંડોવણી હોય તો જ વીજચોરી થઈ શકે છે, એટલે વીજચોરીઓ જયા થાય છે તેમની પણ તેઓને બધી ખબર જ હોય છે...!
પહેલા સર્વિસ સુધારો પછી નવા ગતકડાંઓ ચાલુ કરજો : અવાર નવાર લાઈટો ઔદ્યોગીક સંકુલમાં જતી રહે છે, વેપાર-ધંધા-ઉદ્યોગને કેટલુ મોટુ નુકસાન થાય છે તેની કોઈ ગતાગમ છે ખરી? એટલુ નહી પણ લાઈટ ગયા બાદ આવે છે ત્યારે મોટા ઝટકા સાથે આવે છે તેનાથી પણ કઈક ઈલેકટ્રોનીક મોંઘદાટ ઉપકરણોને થાય છે અ..ધ...ધધ..નુકસાન..! કંઈક તો આ બાબતે વિચાર કરો
વીજતંત્રને સૌથી વધુ આવક ગાંધીધામ સંકુલમાથી મળે છે, જેટલા મહાકાય ઔદ્યોગીક અકેમો આ સંકુલમાં છે તે કયાંય બીજે નહી હોય..! અને વીજતંત્ર પજવણી પણ સૌથી વધારે ગાંધીધામ સંકુલને જ કરી રહ્યુ છે?
ગાંધીધામ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને અન્ય વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની ઝુંબેશ સામે વીજગ્રાહકો, લોકપ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યાપક વિરોધ જોવા મળ્યો છે. હવે કચ્છમાં પણ આ સ્માર્ટ પ્રિપેઈડ મીટરો લગાવવાની સૌ પ્રથમ ગાંધીધામથી શરૂઆત કરવામાં આવી રહી હોવાની સામે આંતરીક રીતે ભારોભાર રોષ જન્મી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, સ્માર્ટ પ્રિપેઈડ મીટરના ફાયદાઓ તો જયારે થવાના હશે ત્યારે થશે પરંતુ તેના ભયસ્થાનો એટલા બધા છે અને તેના લીધે જ પ્રજાજનોને લુંટવા માટેનું કયાંક ને કયાંક આ એક નવુ સાધન જ બની રહે તેમ દર્શાય છે. કચ્છ જિલ્લામાં PGVCL દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવતાં જ વીજગ્રાહકોમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ નવી સિસ્ટમ ખરેખર ગ્રાહકોની સુવિધા માટે છે કે પછી લૂંટ ચલાવવાનું નવું સાધન? તે અંગે લોકમુખે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.જાણકારો અને સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભુજ કે અંજાર જેવા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવા જતાં વ્યાપક સ્થાનિક વિરોધનો સામનો કરવો પડે તેમ હતો. પરિણામે, તંત્ર દ્વારા ગાંધીધામની પ્રજા અને વેપારીઓ શાંત તેમજ કાયદાનું પાલન કરનારા હોવાથી અહીંથી જ પાઈલટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સ્માર્ટ પ્રીપેઈડ મીટરની સામે ગ્રાહકોને સતાવતા મુખ્ય ભયસ્થાનો અને પ્રશ્નોની જો વાત કરીએ તો વપરાશ વિના તગડા બિલની ભીતિ સેવાય છે. મોટા ઘરો કે વધુ રૂમ ધરાવતા મકાનોમાં ભલે ઓછો વપરાશ થતો હોય, પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા બાદ સતત ચાર્જીસ કે યુનિટ ગણાવાથી મોટા બિલ આવવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં રિચાર્જિંગની પ્રક્રિયા સામાન્ય અને અશિક્ષિત ગ્રાહકો માટે ઝંઝટરૂપ સાબિત થાય તેમ છે.જો અચાનક બેલેન્સ પૂરું થઈ જાય અને લાઈટ કપાઈ જાય, તો ઘરમાં તબીબી કટોકટી (મેડિકલ ઈમરજન્સી), કોઈ પ્રસંગ કે લિફ્ટમાં કોઈ અટવાઈ જાય તેવા સમયે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા અંગે લોકો ચિંતિત છે.લોડ અને અનલોડના નિયમન માટે ગ્રાહક-સ્નેહી સિસ્ટમનો અભાવ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.સ્થાનિક નાગરિકોનું માનવું છે કે આવી કોઈ પણ નવી સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં વીજતંત્રએ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા જોઈએ અને તેમની શંકાઓનું નિવારણ કરવું જોઈએ. હાલ તો સ્માર્ટ મીટરના નામે પ્રજા પર નવો બોજ ઝીંકાઈ રહ્યો હોવાની લાગણી સાથે આંતરિક આક્રોશ ભભૂકી રહ્યો છે.
..........
વિરોધ કરવા પાછળના મુખ્ય મુદ્દા અને ગ્રાહકોના ભયસ્થાનો.!
ગાંધીધામ : ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે મુખ્યત્વે નીચે મુજબના કારણો અને ડર રજૂ કરવામાં આવી રહ્યા છેઃ *ઝડપી બેલેન્સ પૂરું થવુંઃ ગ્રાહકોનો મુખ્ય આક્ષેપ છે કે પ્રીપેડ સ્માર્ટ મીટર લાગ્યા બાદ દૈનિક વીજ વપરાશનું રિચાર્જ ખૂબ જ ઝડપથી પૂરું થઈ જાય છે. *અચાનક વીજ પુરવઠો કાપી નાખવોઃ બેલેન્સ શૂન્ય કે માઈનસ થતાં જ ઓટોમેટિક સિસ્ટમથી વીજળી બંધ થઈ જવાનો ભય. *ડિસ્પ્લે અને પારદર્શિતાનો અભાવઃ જૂના ડિજિટલ મીટરમાં ગ્રાહક સીધા યુનિટ જોઈ શકતા હતા, જ્યારે સ્માર્ટ મીટરમાં રિચાર્જ અને યુનિટના આંકડા સમજાવામાં ગ્રાહકોને મુશ્કેલી પડે છે.*મોબાઈલ અને નેટવર્ક પર નિર્ભરતાઃ સીનિયર સિટીઝન્સ, અશિક્ષિત ગ્રાહકો કે સ્માર્ટફોન ન ધરાવતા લોકો માટે ઓનલાઈન રિચાર્જ કરવું અઘરું બને છે.*વધારાના ચાર્જિસ અને ફિક્સ ચાર્જઃ ગ્રાહકોને શંકા છે કે અગાઉથી નાણાં ચૂકવવા છતાં બેકએન્ડથી અનિચ્છનીય કે છૂપા ચાર્જિસ કાપી લેવામાં આવે છે.
.........
અંજાર ગાંધીધામ સહિત ગુજરાતમાં આ સ્માર્ટ-પ્રિપેઈડ મીટરનો થઈ ચૂકયોછે વિરોધ
ગાંધીધામ : PGVCL અને અન્ય વીજ વિતરણ કંપનીઓના વિસ્તારમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો છે. રાજકોટમા PGVCL મુખ્ય મથક એવા રાજકોટમાં વિવિધ સોસાયટીઓ, વેપારી મંડળો અને રાજકીય પક્ષો દ્વારા સ્માર્ટ મીટર ઉતારીને જૂના મીટર પાછા લગાવવાના વિરોધ પ્રદર્શનો થયા. જામનગર અને જૂનાગઢ અનેક વિસ્તારોમાં સ્થાનિક રહીશો દ્વારા સ્માર્ટ મીટર ફિટ કરવા આવેલી ટીમોને અટકાવવામાં આવી. ભાવનગર અને અંજાર/ગાંધીધામ (કચ્છ) કચ્છ અને સૌરાષ્ટ્રના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેનરો મારીને સ્માર્ટ મીટર લગાડવાનો બહિષ્કાર કરાયો.વડોદરા અને અમદાવાદ વડોદરાના રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ગ્રાહકોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
.........
ગ્રાહકો માટે સ્માર્ટ મીટરના ફાયદા અને નુકસાન શું હોઈ શકે?
*વીજ વપરાશ :઼ પોતાના દૈનિક વપરાશનું ટ્રેકિંગ (મોબાઈલ એપ દ્વારા) કરી શકાય છે.ટેકનોલોજી આધારિત હોવાથી એપ કે નેટવર્ક ડાઉન હોય તો માહિતી મળતી નથી. *બિલિંગ : બિલિંગમાં માનવભૂલ (મ્યુઅલ મીટર રીડિંગની ભૂલો) દૂર થાય છે. સમયસર રિચાર્જ ન થાય તો અચાનક વીજળી ગુલ થઈ શકે છે. *ચૂકવણી : પોતાની ક્ષમતા મુજબ અગાઉથી રિચાર્જ કરવાની સુવિધા. ડિજિટલ સાક્ષરતા ન હોય તેવા લોકો માટે પ્રક્રિયા જટિલ બને છે.*બચત : વીજળીનો બગાડ અટકાવીને બિલ પર નિયંત્રણ રાખી શકાય છે. શરૂઆતના તબક્કે સિસ્ટમ સેટલ ન થાય ત્યાં સુધી ગ્રાહકોમાં અસંતોષ રહે છે.
...........
વીજ તંત્રનો બચાવ તથા સ્પષ્ટતા..!
વિરોધ વ્યાપક બનતાં PGVCL અને કેન્દ્ર/રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા સ્પષ્ટતાઓ અને બચાવ રજૂ કરવામાં આવ્યા છેઃ*ચોક્કસ અને સચોટ બિલિંગઃ તંત્રનો દાવો છે કે સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારનું વધુ બિલ દર્શાવતા નથી. તે લેબોરેટરી ટેસ્ટેડ અને ઈન્ટરનેશનલ ધોરણો મુજબના સચોટ મીટર છે. *જૂના બાકી લેણાંનું એડજસ્ટમેન્ટઃ ઘણા કિસ્સાઓમાં જૂના મીટરનું બાકી બિલ કે સિક્યોરિટી ડિપોઝિટનું એડજસ્ટમેન્ટ પ્રીપેડ ખાતામાં થતું હોવાથી શરૂઆતમાં બેલેન્સ ઝડપથી ઓછું થતું દેખાય છે, જે કોઈ વધારાનો ચાર્જ નથી.*રાત્રે કે રજાના દિવસે પાવર કટ નહીંઃ ગ્રાહકનું બેલેન્સ પૂરું થઈ જાય તો પણ રાત્રિના સમયે, જાહેર રજાઓમાં કે વીકેન્ડ દરમિયાન વીજ કનેક્શન કાપવામાં આવતું નથી અને ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે.*ચેકિંગ અને ડેમો મીટરઃ ગ્રાહકોની શંકા દૂર કરવા માટે તંત્ર દ્વારા સ્થળ પર જ જૂના અને નવા મીટર સાથે રાખીને ‘પેરેલલ ટેસ્ટિંગ‘ (ડેમો) કરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
............

Comments