Trending News
સ્થાનિક સમાચાર

માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ 

25 August


ભુજ-કચ્છઉદય : જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી રજનીભાઈ પટવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી પટવા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન સાથે ભારત દેશના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓને જીવનમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યને અગ્રતા આપતી શીખ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના માધ્યમિક વિભાગના મહામંત્રી ભૂમિ કોઠારી દ્વારા દેશભક્તિની ભાવના ઉજાગર કરતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. 
શાળાના સંગીતવૃંદની વિધાર્થિનીઓ દ્વારા દેશભક્તિની ભાવના દર્શાવતા વિવિધ દેશભક્તિ ગીતોની સુમધુર રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. શાળાની માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા મનીષભાઈ પટેલના માર્ગદર્શન અને તાલીમ હેઠળ શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી પરેડ રજૂ કરવામાં આવી હતી. ઢીંગલીઘર, બાલઘર, બાલવાટિકા તથા ધોરણ ૧થી ૪ના નાનાં ભૂલકાંઓએ દેશભક્તિની ભાવના વ્યક્ત કરતાં વિવિધ કસરતના દાવ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના હૃદય જીતી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ત્રણેય વિભાગના આચાર્યઓ સુહાસબહેન તન્ના, પંકજબેન રામાણી અને અનિલાબેન ગોરના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નેહાબહેન અને સિદ્ધિબેને કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસર ‘દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવ’ની ભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. 
-------

 

Comments

COMMENT / REPLY FROM