આરાધના ભવન જૈન સંઘ ભુજમાં ચૌદ રાજલોક વિશ્વ દર્શન અનુષ્ઠાન યોજાયું
ભુજ - કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા પ.પૂ.આ.ભ. આનંદવર્ધન સૂરિશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ. આત્મદર્શન સૂરિશ્વરજી મ.સા. આદિઠાણા-૧૮ની પાવન નિશ્રામાં તાજેતરમાં દાતા માતુશ્રી દિવાળીબેન મણીલાલભાઈ હરચંદભાઈ મહેતા પરિવાર હસ્તે ઉર્મિલાબેન ધીરજલાલ મહેતા - રાપર હાલે ભુજના સહયોગથી અનંતકાળના ભવભ્રમણનું ભાન કરાવી આત્મ જાગૃતિ ખોલાવનાર “ચૌદ રાજલોક વિશ્વદર્શન” વિશિષ્ટ અનુષ્ઠા યોજાયું હતું.
પ્રથમ ચરણમાં પૂ. ગુરૂ ભગવંતો સાથે સકળ સંઘે વાજતે-ગાજતે પર્યાણ કર્યું હતું. જ્યાં હોર્ષોલ્લાસ સાથે દાતા પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પૂ. ગુરૂ ભગવંતોના દિવ્ય મંત્રોચ્ચારના સથવારે ચૌદ રાજલોક નગરીને ભાવિકોના દર્શન માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી.
કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંગલાચરણ સાથે પ.પૂ.આ.ભ. પ્રખર પ્રવચનકાર આત્મદર્શન સૂરિશ્વરજી મ.સા.એ જૈન ભૂગોળ, જૈનઝમ વિશાળ દુનિયા વીશ સ્થાનક તપ ઉપર વિશદ પ્રવચન કર્યું હતું અને ચૌદ રાજલોક વિશેની સમજ આપી હતી. આ ૧૪ રાજલોકની વિશિષ્ટ રચનામાં ૧૦ જેટલા ગ્રુપો જોડાયા હતા, જેમાં જિનેશ્વર ગ્રુ, સ્દ્ધિાંચલ ગ્રુપ, તારક તીરછાલોક, મહાવીદેહ ક્ષેત્ર ગ્રુપ, વર્ધમાન ગ્રુપ વિજેતા ઘોષિત થયા હતા. ૪૦૦ જેટલા ભાવિકો ઉપવાસમાં જોડાયા હતા. આ અવસરે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, દાતા પરિવારના દલીચંદભાઈ મહેતા, રમણીકલાલ મહેતા, ધીરજલાલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સહમંત્રી રસીકભાઈ સંઘવીએ આગામી કાર્યક્રમની રૂપેરખા આપી હતી તેવું મીડિયા કન્વીનર વેલજી મહેતાની યાદીમાં જણાવાયું હતું.
-------------

Comments