Trending News
સ્થાનિક સમાચાર

હેમ સંધ્યા મહિલા મંડળ ગ્રુપ દ્વારા ‘મ્યુઝિકલ હાઉઝી’નું ભવ્ય આયોજન

25 August



ભુજ-કચ્છઉદય : નારી શક્તિ અને સામાજિક સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે કાર્યરત હેમ સંધ્યા મહિલા મંડળ ગ્રુપ, ભુજ દ્વારા ‘મ્યુઝિકલ હાઉઝી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સશક્ત મહિલા, સમૃદ્ધ સમાજના ધ્યેયને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓની શ્રેણીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંડળના પ્રમુખ સંધ્યાબેન એમ. બુચએ ઉપસ્થિત મહેમાનો તથા સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંત્રી મીનાબેન એમ. સોલંકીએ સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીની કામગીરી, વિવિધ સામાજિક પ્રકલ્પો તથા પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપ મનોરંજક સંગીતમય હાઉઝીનું આયોજન એડવોકેટ મલ્હારભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનો પરિચય દુહારીબેન ઠક્કર તથા યોગિતાબેન હાથી દ્વારા કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ  મલ્હારભાઈ બુચે હાઉઝીના નિયમો અને વિવિધ રાઉન્ડની રસપ્રદ સમજ આપી, સંગીત અને મનોરંજનના સમન્વય સાથે સમગ્ર રમતનું સંચાલન કર્યું હતું.
હાઉઝીના વિવિધ રાઉન્ડમાં વિજેતા બનેલા સભ્યોને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પ્રસ્તાવના દુહારીબેન ઠક્કર તથા યોગિતાબેન હાથીએ સંભાળી હતી. અંતે મંડળના ખજાનચી રાગિણીબેન ડી. ધોળકિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અલ્પાહાર માટે રેખાબેન રાજપાલ તથા પારુલબેન માંકડ તરફથી દાતા તરીકે બહુમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના તમામ કારોબારી સભ્યો તથા સભ્ય બહેનોએ સહયોગ આપ્યો હતો. અંતે દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્રગીતના સમૂહગાન દ્વારા કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી હેમ સંધ્યા મહિલા મંડળ ગ્રુપની સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના ઉપપ્રમુખ મોહિનીબેન જેઠી, દર્શનાબેન હાથી, સહમંત્રી હેમાબેન ભટ્ટ, સહખજાનચી જ્યોતિબેન ઠક્કર, તેમજ તમામ કારોબારી સભ્યો અને સભ્ય બહેનોએ સહયોગ આપ્યો હતો. 
--------

Comments

COMMENT / REPLY FROM