સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાઈ
ભુજ-કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને ઘનશ્યામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ એકેડમી અને ઘનશ્યામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સુભાષિત, સંસ્કૃત ગીત અને ગીતાના ૧૫ માં અધ્યાયનું પઠન કરવામાં આવેલ હતું. આચાર્ય પંકજ રાજગોર દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વની વાત વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી. સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં શાળામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત સંસ્કૃત કક્ષની રચના કરવામાં આવી છે જેનો વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં માટે બહોળો ઉપયોગ કરે એવી ભલામણ સ્વામી ધર્મચરણ દાસજી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળવતી સ્વામી નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મ ચરણદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામી દિવ્ય પ્રકાશ દાસજી સર્વે ટ્રસ્ટીગણ, શાળા આચાર્ય પંકજ રાજગોર, રિદ્ધિબેન રાવલ સંચાલક રોનક રાવલ, સંજય ટાંક અને સર્વે શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત શિક્ષક ડિમ્પલબેન ગોર, અક્ષય ત્રિવેદી અને રાજેશ બોરીચાએ જહેમત ઉઠાવી હતી.
----------

Comments