મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ

WhatsApp X

૧૧ રમતોની ૩૮ સ્પર્ધામાં ૧૬ ટીમોના ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ભાગ લેશે

અમદાવાદ-કચ્છઉદયઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા અને તેમની રમતપ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી ૭મી ડીઆરએમ ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાબરમતી સ્થિત રમતગમત મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ મંડળના રેલવે મેનેજર વેદ પ્રકાશના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો.

અમદાવાદ મંડળ રમતગમત એસોસિએશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં મંડળના ૧૬ વિભાગોના આશરે ૧૧૦૦થી ૧૨૦૦ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. કુલ ૧૧ રમતોની ૩૮ સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વૉલીબૉલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, ચેસ અને એથ્લેટિક્સ સહિતની રમતોનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં મંડળના વિવિધ વિભાગો ઉપરાંત કારખાનું, સાબરમતી સ્ટોર અને ગાંધીધામ વિસ્તારના મેનેજરની ટીમ સહિત કુલ ૧૬ ટીમો મેદાનમાં ઉતરશે.

ઉદ્‌ઘાટન પ્રસંગે મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે તમામ ખેલાડીઓને ખેલદિલી અને નિષ્પક્ષતા સાથે સ્પર્ધામાં ભાગ લેવાની શપથ લેવડાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રમતગમત કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાની સાથે શિસ્ત, ટીમ ભાવના અને પરસ્પર સંકલન વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ખેલાડીઓને ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

રેલવે કર્મચારીઓમાં રમતગમતની પ્રતિભા વિકસે, પરસ્પર સહયોગની ભાવના મજબૂત બને અને તંદુરસ્ત જીવનશૈલી તરફ જાગૃતિ વધે તેવા આશયથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કર્મચારીઓની ભાગીદારીથી મંડળમાં રમતગમતનો માહોલ સર્જાયો છે. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.