મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા અંજાર હાઈવે પર બંધ ટ્રક નીચે તપાસ કરી રહેલા ચાલકને ટ્રેલરે અડફેટે લેતા મોત તબીબી સેવા કે નફાખોરીનો વેપાર? ગાંધીધામની  સ્ટર્લિંગ હોસ્પિટલ સામેનો જનઆક્રોશ તંત્ર માટે લાલબત્તી

વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ 

WhatsApp X

ભુજ - કચ્છઉદય : વેકરીયા ના રણ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોતના અહેવાલની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા હાજીપીર રોડ પર ઢોરોથી વજીરા વાંઢ તરફ જતા માર્ગ પર એક કિલોમીટરના અંતરે આજે બપોરે અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માર્ગની બાજુમાં ચાલી રહેલા કામ દરમિયાન ઉભેલા ટ્રેક્ટરને કોઈ મોટા વાહને જોરદાર ટક્કર મારતાં ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી ત્રણ શ્રમિકોને અતિ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય બેથી ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાથમિક વિગતો મુજબ ઈજાગ્રસ્ત તમામ લોકો રોડ પર મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો હોવાનું જણાય છે, અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને દબાયેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ અંદાજે ૪૫ મિનિટ સુધી ૧૦૮ ઘટનાસ્થળે ન પહોંચી શકતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે પોલીસની ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત્રોને ખાનગી વાહનો મારફતે  નખત્રાણા ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ વેકરીયા રણ વિસ્તાર પાસે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં કચ્છના માર્ગો ફરી એક વખત રક્તરંજિત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.