મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
પશ્ચિમ કચ્છમાં નશાના કારોબારને નેસ્તોનાબૂદ કરવા પોલીસ પ્રતિબદ્ધ : એસપી  આડેસરમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રની માનવતાભરી પહેલ વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા

બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ 

WhatsApp X

હરિલાલભાઈ મૂળ કચ્છના નલિયા ગામના વતની અને ઉમરગામના ઉદ્યોગપતિ પરિવારના અગ્રણી સદસ્ય અને આબુરોડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થામાં સમર્પિત : હરિલાલભાઈના નેતૃત્વમાં ૧૪ ભાષાઓમાં નિર્માણ થયેલા સેંકડો આધ્યાત્મિક કાર્યક્રમો વિશ્વભરમાં વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત થઈ રહ્યા છે

આબુ - કચ્છઉદય : સહરાનપુરમાં નવીન નગર ખાતે મહર્ષિ નારદ સન્માન તથા પત્રકાર અલંકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારના સકારાત્મક સહયોગ તથા દિવ્ય શક્તિ અખાડાના પ્રયાસોને પરિણામે આ વર્ષથી મહર્ષિ નારદ સન્માનની શરૂઆત કરવામાં આવી છે.

સન્માનની આ નવી પરંપરાના પ્રથમ વર્ષમાં બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હરિદાસ દેવજી ભાનુશાળી, ઉર્ફે બી.કે. હરિલાલ ભાઈને તેમના નોંધપાત્ર કાર્યો તેમજ સમાજમાં સકારાત્મક, આધ્યાત્મિક અને મૂલ્ય આધારિત સંદેશાઓના પ્રસાર માટેના યોગદાન બદલ પ્રથમ મહર્ષિ નારદ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હરિલાલભાઈ મૂળ કચ્છના નલિયા ગામના વતની અને ઉમરગામના ઉદ્યોગપતિ પરિવારના અગ્રણી સદસ્ય અને પંદર વર્ષ કરતાં વધુ સમય દરમિયાન નિવૃતિ લઈ આબુ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના ગોડલીવૂડ સ્ટુડિયોમાં વડા તરીકે સમર્પિત થઈ અદ્વિતીય કામગીરી બજાવી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ૧૪ ભાષાઓમાં નિર્માણ થયેલા સેંકડો આધ્યાત્મિક કાર્યક્રમો વિશ્વભરમાં વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત થઈ વિશ્વભરમાં આધ્યાત્મિક કાર્યક્રમોના નિર્માણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.