મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન ભુજમાં ૭૦થી વધુ સંતો-મહંતોનું સંમેલન યોજાયું નવચેતનનો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ સંપન્ન પરંપરાગત કચ્છી ભરતકામ બન્યું આત્મનિર્ભરતાનું માધ્યમ : ગામડાની કળાને મળ્યું દેશ-વિદેશના બજારોમાં સ્થાન વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે : ત્રિકમભાઈ છાંગા ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદની રજૂઆત આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

મધરાતે માનવતાનો હાથ લંબાવી તમિલનાડુની નિરાધાર મહિલાને આશ્રય અપાયો

WhatsApp X

ભુજના ‘મા-બાપનું ઘર’ આશ્રમમાં રાત્રે બે વાગ્યે સુરક્ષિત નિવાસની વ્યવસ્થા : ૧૧૨ ઇમરજન્સી સેવા, આર્મી અને તબીબોના સંકલનથી સેવાકાર્ય પાર પડ્યું

ભુજ-કચ્છઉદય  : મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને સમય અને સ્થળ જોયા વિના મદદ મળે ત્યારે માનવતાની સાચી ઓળખ થાય છે. આવી જ સંવેદનશીલતાનું ઉદાહરણ ભુજમાં જોવા મળ્યું હતું. તમિલનાડુ રાજ્યની માનસિક બીમારીથી પીડિત અને નિરાધાર બનેલી એક મહિલાને રાત્રિના બે વાગ્યાના અરસામાં લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ‘મા-બાપનું ઘર’ આશ્રમમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો.

૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે સુભાષભાઈ જમાદાર આ મહિલાને આશ્રમ સુધી લઈ આવ્યા હતા. આશ્રમમાં પહોંચ્યા બાદ તેમની રહેવા સહિતની જરૂરી વ્યવસ્થા કરી સારસંભાળ શરૂ કરવામાં આવી હતી. વધુ સારવાર અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે માનસિક આરોગ્ય હોસ્પિટલના તબીબો સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.

મહિલા તમિલનાડુની હોવાથી ભાષા સમજવામાં મુશ્કેલી સર્જાઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે ભુજ આર્મીના કર્નલ અમિત કુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના સહયોગથી તમિલ અને તેલુગુ ભાષા જાણતા વ્યક્તિની મદદ મેળવી મહિલાની સાથે વાતચીત કરવામાં આવી હતી. આના પરિણામે તેમની પરિસ્થિતિ અને જરૂરી વિગતો સમજવામાં સરળતા રહી હતી.

આ સમગ્ર કામગીરીમાં ૧૧૨ ઇમરજન્સી સેવાના ઇન્ચાર્જ વિશાલભાઈ ગામીત, દિનેશભાઈ ભરવાડ, સુભાષભાઈ તથા સેવાના પાયલોટ શક્તિસિંહ ઝાલાએ મહત્વનો સહયોગ આપ્યો હતો. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારીએ ૧૧૨ ઇમરજન્સી સેવા, ભુજ આર્મીના કર્નલ અમિત કુમાર, માનસિક આરોગ્ય હોસ્પિટલના તબીબો સહિત તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો.

સંસ્થાના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિ કયા રાજ્યની છે કે કઈ ભાષા બોલે છે તેનાથી માનવસેવામાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. મુશ્કેલીમાં મુકાયેલા અને નિરાધાર લોકોને આશ્રય, સારવાર, સંભાળ તથા સમાજમાં પુનઃસ્થાપિત થવા માટે સહયોગ આપવો એ જ ‘મા-બાપનું ઘર’ આશ્રમનો મુખ્ય ઉદ્દેશ છે. રાત્રિના અંધકારમાં શરૂ થયેલી આ સેવાકીય કામગીરીએ માનવતા અને સેવાના મૂલ્યોને ઉજાગર કર્યા હતા. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.