ભચાઉ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા : લૂંટમાં ગયેલા રોકડા રૂ.૨.૩૦ લાખ અને ગુનામાં વપરાયેલી ટોયોટા કાર સહિત રૂ.૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે : આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરાઈ
ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ તથા વિશ્વાસઘાતના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ), પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓ (૧) અલીશા હાસમશા શેખ (ઉંમર ૨૩), રહે. સરપટનાકા, શેખફળિયું, ભુજ અને (૨) સોહીલ સલીમ ચાવડા (ઉંમર ૨૦), રહે. રહીમનગર, મોટાપીર ચોકડી, ખારીનદી ચાર રસ્તા, ભુજને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ટોયોટા કાર રજી. નં.GJ-12-FF-8500, રોકડા રૂ.૨.૩૦ લાખ અને ગુનામાં વપરાયેલી છરી કબજે કરી કુલ રૂ.૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
.........

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.