રાજ્યમંત્રીના હસ્તે અંજાર ખાતે રૂ. ૪૪૦લાખના વિકાસકામોના વર્ક ઓર્ડરનું તાલુકાના સરપંચોને વિતરણ
અંજાર - કચ્છઉદય : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે અંજાર તાલુકા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. ૪૪૦ લાખના વિકાસકામોના વર્ક ઓર્ડરનું સરપંચોને વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકાના વર્ષ ૨૦૨૬-૨૭ના ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ, એટીવીટી અને ધારાસભ્ય ગ્રાન્ટના કુલ રૂ. ૪૪૦ લાખના ૧૫૪ કામોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૦૦ ટકા વર્ક ઓર્ડર એકીસાથે સરપંચોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો સમયસર શરૂ થાય અને લોકોને ઝડપથી તેનો લાભ મળે તે હેતુથી તમામ વર્ક ઓર્ડર એકીસાથે આપવામાં આવ્યા છે. આ કામો થકી ગામોમાં રસ્તા, પાણી, ગટરસહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સરપંચોે અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.