મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ

વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી 

WhatsApp X

રાજકોટ ગેમઝોન જેવી મોટી દુર્ઘટનાનું જોખમ

જવાબદાર તંત્રની ઘોર બેદરકારી : સરહદી સંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી અને આઈડી પ્રૂફ વિના ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે રોષ : રાજકીય વગદારોની પેશકદમીથી દેશની આંતરિક સુરક્ષા પણ જોખમમાં

ધોળાવીરામાં ટાવર્સ પૈકીની કિંમતી સરકારી જમીનો કોને કોને મંજૂર કરવામાં આવી છે તે એક ઊંડાણપૂર્વકની તપાસનો વિષય : મોટાભાગની સરકારી જમીનો જિલ્લાના મોટા ગજાના અને સ્થાનિક વગદાર રાજકારણીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂર કરાવી લેવામાં આવી હોવાની ચકચાર : જે જમીનો મંજૂર કરવામાં આવી છે તેનું સરકારી પ્રીમિયમ નિયમ અનુસાર સરકારને ભરવામાં આવ્યું છે કે કેમ? : દલાતર વાડીની વાર્તાની જેમ રાજકારણીઓ દ્વારા ’રીંગણ લઉં બે-ચાર?.. લઈ લો ને ભાઈ દસ-બાર’ ની જેમ સરકારી જમીનો પર બેફામ પેશકદમી

ભચાઉ - કચ્છઉદય : કચ્છની ઐતિહાસિક અને વૈશ્વિક વિરાસત સમાન હડપ્પીય સંસ્કૃતિના કેન્દ્ર સમાન ધોળાવીરા ખાતે પ્રવાસનના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વહીવટી ઉદાસીનતાએ હવે અત્યંત ગંભીર વળાંક લીધો છે. અગાઉના આ સ્થળેં ઉજાગર થયેલી અનધિકૃત બાંધકામોની પોલ બાદ હવે ધોળાવીરામાં ધમધમી રહેલા રિસોર્ટ્‌સ અને ટેન્ટ સિટીની અત્યંત ભયજનક અને બેજવાબદાર વાસ્તવિકતા સામે આવી છે. ધોળાવીરા પંથકમાં કાર્યરત તમામ નાના-મોટા રિસોર્ટ્‌સ અને ટેન્ટ્‌સમાં માનવ જિંદગીની સુરક્ષા માટે અતિ આવશ્યક એવી ફાયર સેફ્ટીની કોઈપણ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. ફાયર સેફ્ટીના પ્રસ્થાપિત નિયમો અને સુરક્ષાના ધોરણોને તદ્દન નેવે મૂકીને બેફામ રીતે ધમધમી રહેલા આ રિસોર્ટ્‌સ પ્રવાસીઓના જીવન સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. અગાઉ રાજકોટના ગેમઝોનમાં બનેલી ગોઝારી આગની ભયાનક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જ્યાં પણ લોકોની અવરજવર વધુ રહે છે તેવા તમામ જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાઓ ઊભી કરવાનું શાસન અને પ્રશાસન દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. નિયમ અનુસાર હોસ્પિટલો, બસ સ્ટેશનો, શાળાઓ અને પ્રવાસન સ્થળો પર આ સુવિધા અનિવાર્ય છે, તેમ છતાં વિશ્વભરમાંથી હજારો પ્રવાસીઓને આકર્ષિત કરતા ધોળાવીરામાં ફાયર સેફ્ટીનું નામોનિશાન જોવા મળતું નથી અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે. જો ભવિષ્યમાં આ વિસ્તારમાં આગ લાગવાની કે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ઘટના બને, તો તાલુકા મથકથી અત્યંત દૂર આવેલા આ રણ વિસ્તારમાં બચાવ કાર્ય માટે ફાયર ફાઇટર ટીમ સમયસર પહોંચે તે પહેલાં જાનમાલનું મોટા પાયે અને ગંભીર નુકસાન થઈ શકે તેવી ભીતિ સ્થાનિક જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કાળું ચક્ર માત્ર ફાયર સેફ્ટીના અભાવ પૂરતું મર્યાદિત નથી, પરંતુ બાંધકામની મંજૂરીઓની આડમાં આચરાતા ભ્રષ્ટાચારની હદો પણ વટાઈ ચૂકી છે. જે થોડાઘણા રિસોર્ટ્‌સ દ્વારા કાયદેસરની બાંધકામ મંજૂરીઓ મેળવવામાં આવી છે, તેવા અમુક એકમોના સંચાલકો દ્વારા પણ મંજૂર કરવામાં આવેલી મર્યાદિત જગ્યા કરતાં બમણા કે ચાર ગણા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરીને વિશાળ બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે. આટલું જ નહીં, ધોળાવીરા એક અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તાર હોવાના કારણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ પંથકમાં ચાલતી દરેક પ્રવૃત્તિ અત્યંત મહત્વપૂર્ણ અને નજર રાખવા લાયક ગણવામાં આવે છે. તેવામાં પ્રવાસનની મુખ્ય સિઝન દરમિયાન દેશ-વિદેશથી આવતા-જતા પ્રવાસીઓની હાજરીની યોગ્ય નોંધ થાય, હોટલ અને રિસોર્ટ્‌સમાં રોકાણ કરતા પ્રવાસીઓના સાચા ઓળખના પુરાવાઓ એકત્રિત કરવામાં આવે અને આંતરિક સુરક્ષા જળવાઈ રહે તે અનિવાર્ય છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા એવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે કે આ તમામ વાણિજ્યિક કેન્દ્રો અને રિસોર્ટ્‌સ પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવા જોઈએ, પરંતુ હાલની સ્થિતિએ ધોળાવીરા ખાતે સીસીટીવી સુવિધાનું પણ મોટું અભાવ જોવા મળી રહ્યો છે, જે દેશની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ સર્જે છે.આ સમગ્ર પ્રકરણમાં ધોળાવીરાના ટાવર્સ પૈકીની સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા રિસોર્ટ્‌સ ખાસ અને મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોના ગંભીર આક્ષેપો અનુસાર, ધોળાવીરામાં ટાવર્સ પૈકીની કિંમતી સરકારી જમીનો કોને કોને મંજૂર કરવામાં આવી છે તે એક ઊંડાણપૂર્વકની તપાસનો વિષય છે. આ વિસ્તારમાં આવેલી મોટાભાગની સરકારી જમીનો જિલ્લાના મોટા ગજાના અને સ્થાનિક વગદાર રાજકારણીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂર કરાવી લેવામાં આવી છે. સવાલ એ ઊભો થાય છે કે જે જમીનો મંજૂર કરવામાં આવી છે તેનું સરકારી પ્રીમિયમ નિયમ અનુસાર સરકારને ભરવામાં આવ્યું છે કે કેમ? સ્થાનિકો તો ત્યાં સુધી કટાક્ષ કરી રહ્યા છે કે જાણે દલાતર વાડીની જેમ આ રાજકારણીઓએ ’રીંગણ લઈ લો બે-ચાર, લઈ લો ને ભાઈ દસ-બાર’ ની જેમ સરકારી જમીનો પર બેફામ પેશકદમી કરી છે અને વહીવટી તંત્રના મૌન સમર્થનથી સરકારી મિલકતોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. રાજકીય ઓથા હેઠળ ધમધમતા આ રિસોર્ટ્‌સ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે અને ક્યારે સરકારી જમીનોને મુક્ત કરાવશે તે તરફ હવે સમગ્ર કચ્છની નજર મંડાયેલી છે.

......

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.