Trending News
સ્થાનિક સમાચાર

ચેક રિટર્નના ૩ કેસમાં આરોપીઓને એક-એક વર્ષની કેદ 

07 November



ભુજ - કચ્છઉદય : અદાલત દ્વારા ચેક પરત ફરવાનાહ્વઅલગ-અલગ ૩ કેસોમાં કડક વલણ અપનાવતા આરોપીઓને સજા અને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. 
પ્રથમ કેસમાં ભચાઉના ચોબારીના ફરિયાદી ભીમજી હરી ઢીલા સાથે આરોપી આાગરીયા શબ્બીરહુશેન હારુને જમીન બાબતે વીંટાંત અને રૂ. ૨૦ લાખની રકમની લેવડદેવડ અંગે ચેક આપેલો જે બેંકમાં સિગ્નેચર ડિફરના કારણે પરત ફર્યો હતો. આ કેસમાં ભચાઉના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને ૧ વર્ષની કેદની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ એક માસમાં ચૂકવી આપવાનો અને જો રકમ ન ચૂકવાય તો વધુ ૩ માસની કેદની સજાનો હુકમ કર્યો છે.
બીજા કેસમાં ભચાઉના જ ચોબારીના ફરિયાદી શામજી લાલજી વરચંદે પણ આ જ આરોપી આાગરીયા શબ્બીરહુશેન હારુન વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પણ ભચાઉ કોર્ટે આરોપીને ૧ વર્ષની કેદની સજા અને ચેકની પૂરેપૂરી રકમ એક માસમાં પરત કરવાનો તેમજ સમયસર રકમ ન ચૂકવાય તો વધારાની ૩ માસની કેદની સજા ફટકારી છે. ત્રીજા કેસમાં ભુજના ફરિયાદી માંજોઠી તોફીક મજીદે આરોપી સિકંદર રમજુ સમાને આર્થિક સહાય પેટે રૂ. ૨,૫૦,૦૦૦ ની મદદ કરી હતી. જેની સામે આપેલો ચેક અપૂરતા ફંડના કારણે પરત ફરતા ભુજના ત્રીજા ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને ૧ વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ૯ ટકાના વ્યાજ સહિત ૩૦ દિવસમાં વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે, અને આ મુદતમાં રકમ ન ચૂકવાય તો વધુ ૩ માસની કેદની સજાનો આદેશ કરાયો છે.
ભચાઉ અને ભુજ કોર્ટમાં ચાલ ચાલેલા આ કેસોમાં ફરિયાદીઓ વતી એડવોકેટ તરીકે અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી, અશ્વીન આર. ઢીલા અને નરેન્દ્ર બી. જાડેજાએ હાજર રહી દલીલો રજૂ કરી હતી.
------- 

Comments

COMMENT / REPLY FROM