Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના સાંસદ  વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર(રોહા) ખાતે સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન

07 November



ભુજ - કચ્છઉદય : કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન સુખપર (રોહા) ખાતે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન, લોકડાયરો તથા ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન તા.૧૧ નવેમ્બરના રોજ રામદેવજી મહારાજના મંદિર, સુખપર (રોહા), તા. નખત્રાણા ખાતે કરવામાં આવ્યું છે.આ પ્રસંગે યોજાનાર લોકડાયરામાં જાણીતા લોકગાયિકા દિવાળીબેન આહીર, લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા રમેશભાઈ જોષી પોતાની આગવી શૈલીમાં લોકસંગીત અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.
કાર્યક્રમ અંતર્ગત સાંજે ૭ કલાકે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે ૭ થી ૯ કલાક દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉપસ્થિત સૌ મહેમાનો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દીપોત્સવ અને નૂતન વર્ષની ખુશીઓની આપ-લે સાથે ભાઈબીજના પાવન અવસરે યોજાનાર આ સ્નેહમિલન કાર્યક્રમમાં કચ્છની જનતા, આગેવાનો, કાર્યકરો તથા સૌ શુભેચ્છકોને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
----------

Comments

COMMENT / REPLY FROM