Trending News
સ્થાનિક સમાચાર

અંજાર આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

07 November



અંજાર - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર -કચ્છની અખબારી યાદી મુજબ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૧૧ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તારીખ ૨૦/૧૧ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. 
-----

Comments

COMMENT / REPLY FROM