Trending News
સ્થાનિક સમાચાર

બિદડામાં જયા રિહેબિલિટેશન સેન્ટર ખાતે દીવા શણગાર અને રંગોળી કાર્યક્રમ યોજાયો

07 November



બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર ખાતે દર્દીઓમાં આનંદ અને ઉત્સાહ વધે તેમજ માનસિક તણાવ હળવો થાય તેવા હેતુથી દીવા શણગાર અને રંગોળી બનાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પોતાના સ્વજનો અને સંભાળ રાખતા સહાયકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્થાના તબીબો અને કર્મચારીઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા. રંગબેરંગી રંગોળી અને શણગારેલા દીવાઓથી હોસ્પિટલમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડા અને ડાયરેક્ટર મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, દર્દીઓની શારીરિક સારવારની સાથે તેમનું માનસિક મનોબળ મજબૂત બનાવવું પણ એટલું જ જરૂરી છે. આવી રચનાત્મક પ્રવૃત્તિઓ દર્દીઓનો તણાવ ઘટાડવા અને તેમનામાં હકારાત્મકતા જગાડવામાં મદદરૂપ બને છે. કાર્યક્રમના અંતે દર્દીઓ, તેમના સ્વજનો અને હોસ્પિટલના કર્મચારીઓએ આ પ્રવૃત્તિનો આનંદ માણ્યો હતો અને  બિદડા સર્વોદય ટ્રસ્ટના માનવતાવાદી પ્રયાસને બિરદાવ્યો હતો. 
----------

Comments

COMMENT / REPLY FROM