દિવાળીના પર્વે માનવજ્યોતે ૧૧૦૦ પરિવારોના જીવનમાં મીઠાશ ભરી
ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ ૧૧૦૦ જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા અડધો કીલો ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.શ્રી રામ ભરોસે ૫૫૧ પેકેટ મીઠાઇ તથા ફરસાણ ૫૫૧ પેકેટ, હરસુખભાઇ ગોવિંદજીભાઇ ઠક્કર - ભુજ દ્વારા ૧૫૦ પેકેટ, મોહિતભાઇ વિનોદભાઇ સોંલકી- માધાપર દ્વારા ૧૫૦પેકેટ,દેવ્યાનીબેન સુરેશભાઇ દવેમાધાપર દ્વારા ૧૦૦ પેકેટ, રમેશચંદ્ર નાનજી શાહ - મુન્દ્રા-દ્વારા ૧૦૦ પેકેટોતથાઅન્ય વિવિધ દાતાશ્રી દ્વારા માનવજ્યોતને મળેલ આ દરેક પેકેટો ભુજ અને ભુજ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી,ગોવિંદભાઇ પાટીદાર, પૃથ્વીરાજસિંહ જાડેજા,વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહીર, રાણાભાઇ પાંચાભાઇ, આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ સંભાળી હતી. આ પ્રસંગે શ્રી નરનારાયણ ગ્રુપ માંડવીના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોઠારા વિસ્તારમાં ભૂંગાઓમાં રહેતા ૧૫૦ પરિવારોને મીઠાઇ પેકેટો વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા કાન્તીભાઇ પોમલ, દામજીભાઇ ચૌહાણે સંભાળી હતી.ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
-----

Comments