Trending News
સ્થાનિક સમાચાર

ભીમાસર-આડેસર રોડ પર ગમખ્વાર અકસ્માત 

01 November


બોલેરોએ મોટરસાયકલને અફેટે લેતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત

આડેસર : ભીમાસરથી આડેસર તરફ જતા રોડ પર લખાગઢ પાટીયાથી આસરે ૫૦૦ મીટર પહેલાં ગત ૩૧ ઓક્ટોબરના રોજ પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતી બોલેરો પિકઅપ ડાલાના ચાલકે સામેથી આવતા મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર પૂરનચંદ્ર નામના ઇસમને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ડાબા હાથ તથા જમણા પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. આડેસર પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ)(બી) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM