નખત્રાણાના વ્યારમાં ટ્રક પરથી પટકાતા તમીલનાડુના યુવાનનું મોત
હતભાગી મગફળી લેવા માટે આવ્યા હતા ત્યારે કરૂણ બનાવ બન્યો
ભુજ - કચ્છઉદય : નખત્રાણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે અને અહીંથી દર વર્ષે તમીલનાડુના વેપારીઓ મગફળી ખરીદી જાય છે. ચાલુ વર્ષે પણ તમીલનાડુથી ઘણા વેપારીઓ નખત્રાણા પંથકમાં મગફળીની ખરીદી કરવા માટે આવ્યા છે. આ દરમ્યાન તાલુકાના વ્યાર ગામની સીમમાં મગફળી ખરીદીને ટ્રકમાં ભરતી વખતે ઉપરથી પટકાતા ઈજાઓ થવાથી યુવાનનું મોત થયું હતં. આ મામલે નખત્રાણા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ તમીલનાડુના ૪ર વર્ષિય શૌલૈયરાજ નટરાજ પરેર ટ્રક નંબર ટીએન ૮૮ કે ૧૦ર૬ માં મગફળીની ગુણીઓ ભરીને તેના પર તાલપત્રી રાખી બેલ્ટ બાંધતા હતા ત્યારે કોઈ કારણોસર નીચે પટકાતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવથી તામીલનાડુથી આવેલા વેપારીઓમાં અરેરાટી ફેલાઈ હતી. હાલ નખત્રાણા પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે.

Comments