Trending News
સ્થાનિક સમાચાર

ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં યુવા સંવાદ યોજાયો

29 October


મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું : રમતવીર રાજદીપ બારોટનું સન્માન કરાયું

ભુજ - કચ્છઉદય : ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે માય ભારત ભુજ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં યુવાનોને મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા, મતદાર તરીકેની જવાબદારી અને લોકશાહીને મજબૂત બનાવવામાં યુવાશક્તિના યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ કમલભાઈ ગઢવી તથા મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા.
યુવા પ્રેરક અપૂર્વ પટેલે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે યુવાનોને મતદાર જાગૃતિનું મહત્ત્વ સમજાવી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાન બદલ રમતવીર રાજદીપ બારોટનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત યુવાનો અને સહભાગીઓએ લોકતાંત્રિક પ્રતિજ્ઞા લીધી હતી. લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવા અને દેશની લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા જવાબદાર નાગરિક તરીકે યોગદાન આપવાનો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. 
---------

Comments

COMMENT / REPLY FROM