ભચાઉની જલારામ સોસાયટીમાં આગ લાગતા કાબુ મેળવાયો
ભુજ - કચ્છઉદય : ભચાઉમાં જલારામ સોસાયટીમાં આવેલા એક ઘરમાં આજે સવારે આગ લાગી હતી. બનાવને પગલે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં મેળવી હતી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. સ્થાનીક રહેવાસીઓએ ગેસની બોટલને બહાર કાઢી લીધી હતી. પાણીચો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ કામગીરીમાં પ્રવીણભાઈ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ
જોડાયા હતા.

Comments