Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં ન્યુડ વિડીયો ઉતારી-બ્લેકમેલીંગ-દુષ્કર્મની શર્મનાક ઘટના

23 October


ગાંધીધામ ‘એ’ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી 

ગાંધીધામ : ગાંધીધામમાં યુવતીના ન્યૂડ વિડિયો ઉતારી બ્લેકમેલ કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા અંગેનો અત્યંત ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આજથી બે વર્ષ અગાઉથી લઈને ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન ગાંધીધામ રાજ્વી ફાટકથી ચુગી નાકા પુલિયા તરફ જતા રોડની સાઇડમાં પાકા મકાનમાં આરોપી પ્રવિણ કોરી (રહે. અંજાર) એ ફરિયાદી પીડીતાની જાણ બહાર તેનો ન્યૂડ વિડિયો ઉતારી લીધો હતો અને ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજા આરોપી ગોવિંદ રામ કુંવરીયા (રહે. ભુજ) એ ફરિયાદીને લગ્નનું વચન આપી લાલચ આપી હતી કે પ્રવિણ કોરીએ ઉતારેલો વિડિયો તે ડિલીટ કરાવી દેશે. આ બહાને આરોપી ગોવિંદે ફરિયાદીના ઘરે આવી અલગ-અલગ દિવસે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને અંતે લગ્ન ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગાંધીધામ ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૬૯, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ ચાલુ છે.

 

Comments

COMMENT / REPLY FROM