રાપર પોલીસની મોટી કાર્યવાહીઃ ચોરીના ગુનામાં ૧૦ મહિનાથી ફરાર આરોપી વડોદરામાંથી ઝડપાયો
રાપર : રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા ફરતા આરોપી હિતેશભા રામભા ગઢવી (ઉં.વ. ૩૯), રહે. ચિભડા, તા. વાવ-થરાદને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ PI આર.એલ. ખટાણાએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં PSI પી.એલ. કૂણેજા સહિત રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Comments