Trending News
ક્રાઈમ

નવી સુંદરપુરીમાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

23 October



ગાંધીધામ : ગાંધીધામ ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. તા. ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૧૬ઃ૪૫ વાગ્યાના અરસામાં ગાંધીધામના દેવીપુજક વાસ, નવી સુંદરપુરી વિસ્તારમાં આરોપીઓ કિશન કાનજીભાઇ દેવીપુજક, કિશન રમેશભાઇ મકવાણા, ચંદ્રેશ બીજલભાઇ સથવારા, નવઘણ ગોકુળભાઇ ભરવાડ અને હિંમત વિરજીભાઇ સથવારા જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા હતા. પોલીસે રેડ દરમિયાન પટ્ટમાંથી રોકડા રૂ. ૧૫,૪૦૦/- અને ૫૨ ગંજીપાના જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી 
હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM