વાલ્મીકિ સમાજ દ્વારા ગુરુ ભક્તિ નિમંત્રણ કાર્યક્રમનું આયોજન કરાયું
માંડવીના વાલ્મીકિનગર સ્થિત રામદેવપીર મંદિરે ગુરૂ પૂજન : છાયા ચિત્ર સ્થાપન, આરતી અને સંતોના આશીર્વચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા
માંડવી - કચ્છઉદય : માંડવી ખાતે સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા ગુરૂ ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ગુરૂ પૂજન અને છાયા ચિત્ર સ્થાપન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, સમાનતા, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જ્ઞાનનો સંદેશ સાથે વાલ્મિકી સમાજ માંડવી દ્વારા પૂ.સ્વ. પંડિત મનુમહારાજના છાયા ચિત્રનું અનાવરણ કરાયું સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં સંતોના પ.પૂ. રવિગીરીજી મહારાજ ઉપસ્થિત રહી અને સનાતન ધર્મના શાસ્ત્રોમાં તમામ લોકોને સમાનતા મળેલી છે. કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી, વાલ્મિકી સમાજ અનેક કપરી મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં પોતાની સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મથી વિમુખ થયો નથી. માંડવી વાલ્મિકી સમાજના અધ્યત્મિક ધર્મ ગુરૂ પૂ.સ્વ મનુમહારાજ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ વાલ્મિકી સમાજને ધર્મનો માર્ગ બતાવી સનાતન ધર્મના પ્રવાહ સાથે જોડી રાખવા જીવન પર્યંત તતપર રહ્યા આવી જ સમરસતા સમગ્ર હિન્દુ સમાજમાં કાયમ રહે તેવા શુભ આશિર્વચન પાઠવ્યા હતા.
મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહી પ્રથમ આધ્યત્મિક ગુરૂ પૂ.સ્વ. મનુમહારાજના છાયા ચિત્રનું અનાવરણ કરી ગુરૂ પૂજન અને સમાજના આરાધ્ય શ્રી રામાઘણીની આરતી કરી હતી. ઉદબોધનમાં સમાજને સાચું માર્ગ બતાવી ધર્મના માર્ગેવાળી સમાજના કુરિવાજો, અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરી અને વૈદિક સનાતન ધર્મ સાથે જોડી કપરી પરિસ્થિતિમાં પણ કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના જીવ માત્ર ઈશ્વરનો અંશ છે, એવા શુદ્ધ ભાવથી કચ્છ, રાજકોટ અને મોરબી સુધીના વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજના દરેક ઘેર તમામ ધાર્મિક કાર્યો નિસ્વાર્થ ભાવે કર્યા સાથે પોતાના સંતાનોને પણ એવા જ સંસ્કારો આપ્યા જેના પ્રતાપે આજ એમના પુત્ર અને પૌત્ર પણ એ માર્ગ અપનાવી વાલ્મિકી સમાજની સાથે અનેક પછાત જ્ઞાતિઓમાં ધર્મ અને સંસ્કૃતિનું જતન કરે છે. વર્ષો પહેલા અસ્પૃશ્યતાની સ્થિતિમાં પોતે અસ્પૃશ્યતાનો ભોગ બન્યા છતાં પણ હિંમત હાર્યા વિના પોતાનો બ્રાહ્મણ ધર્મ નિભાવ્યો વર્તમાનમાં પણ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા અધ્યક્ષ શાસ્ત્રી દિપેશભાઈ જોષી તેમજ એમની સમગ્ર ટીમ પોતાના સમાજના ધાર્મિક કાર્યોમાં તમામ સમાજના લોકોને આમંત્રિત કરી સામાજિક સમરસતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. સાંસદ દ્વારા સ્વ.મનુમહારાજના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા.
વિહિપના જિલ્લા અધ્યક્ષ ડો. કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું કે, આવા નિષ્ઠાવાન ભૂદેવો અનેક કષ્ટો સહન કરીને પણ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ ટકાવવા ખૂબ ઉમદા પ્રયત્નો કરી પોતાનું જીવન સફળ બનાવી ગયા અને ઇતિહાસમાં અમર બની ગયા છે.
આ અવસરે બ્રહ્મ સમાજ તાલુકા પ્રમુખ મુકેશભાઈ જોષી, મહિલા પાંખ જિલ્લા પ્રમુખ અર્પણાબેન વ્યાસ, માંડવી નગર અધ્યક્ષા વર્ષાબેન જોષી, પ્રિયાબેન જાની, માંડવી તાલુકા લોહાણા મહાજન પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, વિહિપ કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, જીગરભાઈ ધાયાણી, વૈભવ સંઘવી, કમલેશભાઈ ગઢવી, દર્શન ગોસ્વામી, લેહરીભાઈ જોષી, સંજયભાઈ જોષી, પ્રકાશ મકવાણા પ્રમુખ વાલ્મીકિ સમાજ, વિજય વાઘેલા, મોહન કારા, મહરભાઈ પરમાર, મુકેશ પુરબીયા, મિલન વાઘેલા, મહેન્દ્ર સોલંકી, રમેશભાઈ પુરબીયા, નવિનભાઈ ચૌહાણ, ભરતભાઈ વગેરે સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મીકિ સમાજના વકીલ, શિક્ષક દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કર્યું હતું. સંચાલન દિલીપભાઈ જોશીએ અને આભારવિધિ મોહન કારાએ કરી હતી.
--

Comments