Trending News
સ્થાનિક સમાચાર

તેરા નજીક ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં ૧નું મોત, ૭ મુસાફરો ઘાયલ

16 October




ભુજ - કચ્છ ઉદય :  અબડાસા તાલુકામાં આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તેરા ગુડથર ફાટક પાસે આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય સાત લોકોને ઈજાઓ પહોંચી હતી.નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં બની હતી. મુસાફરો ભરેલી ઈકો કાર તેરા ગુડથર ફાટક પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે ચાલકે કાબુ ગુમાવતા કાર આગળ જઈ રહેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ દુર્ઘટનામાં કારમાં સવાર મુસાફરો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૭ જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નલિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM